________________
૨૩૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસનના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી, ખરતરગચ્છીય ભાવહર્ષગણિના શિષ્ય રંગસારની ગિરનાર ગિરિ ચૈત્યપરિપાટીમાંK, હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંશ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉદ્ધાર. ૧૪
તિણ ભૂમિપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચરાણ (૧૪૯૪) વચ્છર,
ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉજીંગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયો પરથી “કલ્યાણત્રય' વિશે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચિત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેતી ચારે મૂર્તિ(ઓ), પાછળ ઉદ્ધત કરી તે ચૈત્યપરિપાટીમાં પણ કહ્યું છે તેમ, કાયોત્સર્ગરૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિચલિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી.
સમરસિંહ-માલદેવે ઉદ્ધરાવેલ “કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે “સગરામ સોની' (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિન ભવનને તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ ૧૫મી સદીનું હોવાને બદલે ૧૯મા સૈકાનું (આ. ઈ. સ. ૧૮૦૩નું) આધુનિક અને કઢંગું છે; અન્યથા તેમાં ૧૫મી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ અને “મેઘમંડપ છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી ૧૫મા શતકની દ્વારશાખાને સ્તંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે દ્વારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org