________________
૨૧૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
છે; પણ અહીંના વિતાનમાં નાવીન્ય અને વિશેષતા તો એના લંબનના નાભિચક્રમાંથી ગતિમાન થતી ૧૬ ત્રિજ્યાની રેખાઓ પર કોલ અને ગજલાલુના ગર્ભમાં ઊગમ પામતી ગુરુક્રમમાં પ્રયોજાયેલી લૂમાઓની માલિકાઓ છે. આ રચના એક અપૂર્વ શોભામંડળ રચી રહે છે. આવા પ્રકારનું અપ્રતિમ રચના-કૌશલ તો આબૂમાં પણ નથી. બીજી રીતે આ લૂમાઓનું સ્વરૂપ, અલબત, આબૂના એ મહાન વિતાનમાં સ્થિત લૂમાઓ જેવું છે. ૧૩મી શતાબ્દીના આરંભકાળે ચરમ સીમાએ પહોંચી ચૂકેલી ગુજરાતની અભિજાત વિતાન-વિધાનકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાં આ વિતાન મોખરે રહે છે. લંબન પણ થર થરે લુમાઓથી યુક્ત હતું, પરંતુ હાલ તો એક જ લૂમ શેષ રહી ગયેલી છે (ચિત્ર ૫, ૭).
માઈપુરીના વિતાનની તમામ લાક્ષણિકતાઓ ૧૩મા શતકના આરંભકાળની અચૂક છે. એમાં રહેલાં જૈન ચિત્રાંકનોને કારણે આ વિતાનનું એ કાળના કોઈ જૈન મંદિર સાથે સંયોજન સાધવું એ સંપૂર્ણ રીતે સુસંગત છે. વસ્તુસ્થિતિ એમ જ હોય તો મંત્રી તેજપાલે બંધાવેલા આદિનાથ મંદિરના રંગમંડપનો મૂળ ભાગ કેમ ન હોઈ શકે ? કુમારવિહાર અને અષ્ટાપદના વિતાનો કરતાંયે આ વિતાન વધુ વિશાળ છે; એનો વ્યાસ ૨૦'-૩ જેટલો છે. વિશેષમાં આ તો આબૂના તેજપાલ-મંદિરના વિતાન કરતાં પણ સહેજ મોટો છે. (ત્યાં એ વિતાનનો વ્યાસ ૧૯'-૫" જેટલો છે). તેજપાલે બંધાવેલું પ્રભાસનું આદિનાથ મંદિર ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ અને ઉત્તુંગ હશે. જિનહર્ષે એને “કૈલાસશિખરાકાર' કહેલ છે, એ નિષ્કારણ તો નહિ જ હોય તેમ આ વિતાન જોતાં સહેજે કલ્પના થઈ શકે છે.
તેજપાલ કારિત આ મંદિરની સાથે સાંકળી શકાય તેવી કારીગરીની સમતાવાળી એક નાની પણ એક બીજી છતની નોંધ પણ લઈએ. જુમા મસ્જિદની મધ્ય મહેરાબની બરોબર ઉપર ગુજરાતના વિતાન-વિધાનની યશકલગી સમી એક અભિનવ ચોરસ છત ચંદરવા સમી શોભી રહી છે (ચિત્ર નં. ૮). અહીં ચતુરગ્ન આયોજનને છેક વચ્ચેના સંબન સુધી ખેંચી જવામાં આવેલું છે. લંબન ત્રિદલ અને ચતુરગ્ન છે, અને ગજલાલુના ગર્ભમાં રહેલી લૂમાઓ અને પુષ્પકો કયાંય ખંડિત થયાં છે તો ક્યાંય વળી પૂર્ણરૂપે પણ સુવ્યવસ્થિત પ્રયોજના બનાવી રહે છે. આબૂના તેજપાલમંદિરની નવચોકીમાં પ્રવેશતાં મધ્યમાં જે ચોરસ છત દૃષ્ટિએ પડે છે તેની સાથે આ છત કેટલુંક સામ્ય ધરાવે છે. એ ચોરસ છતમાં પણ આવી જ અને વિરલ કહી શકાય તેવી ચતુરસ્ત્ર લંબન છે, અને આવી જ અષ્ટદલ પદ્મકની પંક્તિમાલાઓની વ્યવસ્થા છે. આ બન્ને છતો વચ્ચે વિગતોમાં થોડોક ફેર અલબત્ત છે, જેમકે રૂપકંઠની ઉપસ્થિત અને એમાં કાઢેલ અષ્ટનાયિકાઓ માટેના મદળો (ચિત્ર ૯); પણ અન્યથા બન્ને સમકાલીન હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. આ અને આ મસ્જિદમાં રહેતી બીજી થોડીક નાની રૂપસુંદર છતો મૂળ તેજપાલના આદિનાથ જિનાલયમાં મૂકવા અંગે ખાસ વાંધો કાઢી શકાય એમ નથી, આવી નાની સુંદર છતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org