SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨0૭ (૧) ચંદ્રપ્રભ જિનાલય (દિગંબર સંપ્રદાય) (૨) ચંદ્રપ્રભ જિનાલય (શ્વેતાંબર સંપ્રદાય) (૩) રાજા કુમારપાળ-વિનિર્મિત કુમારવિહારપ્રાસાદ (પાર્શ્વનાથ ચૈત્ય) (૪) વસ્તુપાલ-નિર્મિત અષ્ટાપદપ્રાસાદ. (૫) તેજપાલ-નિર્મિત આદિનાથ-જિનાલય, અને (૬) પેથડસાહ-નિર્મિત (?) નેમિનાથ ચૈત્ય આ મંદિરોના અસ્તિત્વ વિશે આપણને ઉપલબ્ધ સ્થાપત્યકીય અવશેષોના પરીક્ષણ દ્વારા જે કંઈ પ્રમાણો પ્રાપ્ત થયા છે તે હવે વિચારીએ : (૧) આઠમા શતકના અંતભાગમાં કે નવમા શતકની શરૂઆતમાં પ્રભાસમાં દિગંબર કે પછી બોટિક-ક્ષણિક સંપ્રદાયનું કોઈ મંદિર વિદ્યમાન હતું એવાં થોડાંક, પણ ચોક્કસ પ્રમાણો પ્રાપ્ત થયાં છે. પ્રભાસપાટણથી લાવવામાં આવેલી કહેવાતી અને હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત થયેલી આદિનાથની શીર્ષવિહીન પણ અતિસુંદર અને સૌમ્ય પ્રતિમા (જો પ્રભાસથી લાવવામાં આવી હોય તો) આ પરત્વે પ્રથમ દાર્શનિક પુરાવો પૂરો પાડે છે (ચિત્ર નં. ૧). એનું સિંહાસન પ્રાચીન શૈલીનું છે; વચ્ચે ધર્મચક્ર છે; એની બાજુ સામસામા મુખ માંડી બેઠેલાં સત્યમૃગ અને કરુણામૃગીની સુરેખ આકૃતિઓ કંડારેલ છે. બન્ને છેડે પીઠ વાળી બેઠેલા સિંહો છે. આસનના બન્ને પક્ષે જોવામાં આવતા “ગજમકરલાલ' તદ્દન ખંડિત થયેલા છે. ખભા પર કેશવલ્લરી શોભે છે. પ્રતિમાનું દેહસૌષ્ઠવ ઉચ્ચ પ્રકારનું છે. શીર્ષવિહીન હોવા છતાંયે પ્રતિમા પ્રભાવશાળી લાગે છે. નિર્માણકાળ આઠમાનો અંત કે નવમા શતકનો આરંભ હોઈ શકે છે. આ ઉપરાંત પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં લાવવામાં આવેલી ભૂરા પથ્થરની એક ખૂબ ખંડિત બાહુબલીની નગ્ન કાયોત્સર્ગ પ્રતિમા પણ ગણનાપાત્ર છે. પ્રતિમા જરા વિશેષ ખંડિત હોઈ એના કાળનો નિર્ણય કરવો મુશ્કેલ છે, છતાં પગ પાસે કંડારેલ વલ્મિક તેમ જ શિર ઉપર વૃક્ષના છાયાછેત્રના વળાકાઓ જોતાં આ પ્રતિમાને નવમા શતકની આસપાસ મૂકી શકાય. માત્ર ચરણારવિંદો બાકી રહ્યાં છે તેવી શ્વેત પાષણની એક પદ્માસનસ્થ જિન-પ્રતિમા પ્રભાસના રામપુષ્કરકુંડ સમીપની વાવની દીવાલમાંથી પ્રભાસપાટણ મ્યુઝિયમને પ્રાપ્ત થયેલી છે. ચરણોનો પથ્થર દશમા શતક સુધીમાં પ્રભાસમાં વપરાતો તે પ્રકારનો છે. આ દષ્ટિએ આ પ્રતિમા મોડામાં મોડી દશમા શતકમાં જરૂર કંડારવામાં આવી હોય એવા અનુમાનને વિશેષ આધાર મળે છે. આ જ પ્રકારના પાષાણના પરિકરનો પાર્થતંભિકાનો કાયોત્સર્ગ દિગંબર જિન ધરાવતો એક ખંડ પણ ઉપર્યુક્ત સ્થળેથી પ્રાપ્ત થયો છે. આ જ સ્થળેથી એક સુંદર દિગંબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy