SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૦૫ ગિરનારના વસ્તુપાલવિહારના શિલાલેખો (ઈ. સ. ૧૨૩૨)ના સમય પહેલાં તો થઈ હોવી જોઈએ, કેમ કે આ ગ્રંથમાં વસ્તુપાલે કરાવેલાં બાંધકામોની નોંધમાં ગિરનાર અને શત્રુંજય પરનાં કામોની પૂરી યાદી આપવામાં આવી નથી. શત્રુંજય પરના યુગાદિદેવના મંદિર સંમુખ વસ્તુપાલે કરાવવા માંડેલો ઈન્દ્રમંડપ એ સમયે હજુ બંધાતો હશે એમ એના લખાણ પરથી જણાય છે. શત્રુંજય પરના ઉપરકથિત ઈન્દ્રમંડપમાં લગાવવા માટે આ બન્ને બંધુઓનાં સુકૃત્યોની પ્રશસ્તિ કરતી આ જ લેખકની સુશ્રુતકીર્તિકલ્લોલિનીમાં ધર્માસ્યુદય મહાકાવ્યમાં નહિ ઉલ્લેખાયેલ, શત્રુંજય પર વસ્તુપાલે કરાવેલ સત્યપુર-મહાવીર અને ભૃગુપુર-મુનિસુવ્રતના મંદિરનો ઉલ્લેખ છે. પરંતુ આ પ્રશસ્તિમાં પણ ગિરનાર પરના વસ્તુપાલનાં સ્થાપત્યકામોની નોંધ લીધેલ નથી અને તેથી એની રચના પણ ગિરનારના શિલાલેખોના સમય પૂર્વે થયેલી હોવી જોઈએ. અરિસિંહરચિત સુકૃતસંકીર્તનમાં વસ્તુપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે; પરંતુ એમાં પણ પ્રભાસમાં નિર્માણ કરાયેલાં મંદિરોની વાત વિશે ઉદાસીનતા સેવવામાં આવી છે. સુકૃતસંકીર્તનનો રચનાકાળ ઈશુ વર્ષ ૧૨૩૧ પૂર્વેનો માનવામાં આવ્યો છે, કેમ કે એમાં આબૂ પરના તેજપાલે બંધાવેલ નેમિનાથ મંદિરનો ઉલ્લેખ નથી. એની ઉત્તર સીમા ઈશુ વર્ષ ૧૨૨૨ પછીની ગણવામાં આવે છે, કારણ કે વિમલવસહીમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઈસ. ૧૨૨૨માં કરાવેલ દેવકુલિકાનો એમાં ઉલ્લેખ છે; પરંતુ આ મુદ્દો જરા વિવાદાસ્પદ ગણાય, કારણ કે સુકૃતસંકીર્તનમાં ગિરનાર પર વસ્તુપાલે કરાવેલાં આદિનાથ અને પાર્શ્વનાથનાં મંદિરનો ઉલ્લેખ છે ! આનો સૂચિતાર્થ એટલો જ થાય કે ગિરનાર પરનાં પાર્શ્વનાથ અને આદિનાથનાં મંદિરો વહેલા પૂર્ણ થઈ ગયાં હશે; અને આદિનાથના મંદિરની સાથે વામ અને દક્ષિણ ભાગે જોડેલ અષ્ટાપદ-મંડપ તેમ જ સમેતશિખરમંડપ (કે જે બંનેમાં ઈશુ વર્ષ ૧૨૩૨ની સાલવાળા ત્રણ ત્રણ લેખો સ્થિત છે) તેની રચના જરા પાછળથી થયેલી હશે. સંભવ છે કે ગિરનાર પરનું આદિનાથ મંદિર પેલા બે પાર્શ્વમંડપો બાદ કરતાં, થોડું પ્રાચીન હોય. આ સિવાય વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ અને પાલ્ડણપુત્રકૃત આબૂરાસ(૨. કા. ઈસ૧૨૩૩)માં અનુક્રમે ગિરનાર અને આબૂ પર કરાવેલાં સુકૃત્યોનો જ ઉલ્લેખ હોઈ મંત્રીશ્ચયનાં પ્રભાસનાં બાંધકામો વિષયે કશું કહેવામાં આવ્યું નથી. વસ્તુપાલના સમકાલીન લેખકોમાં કદાચ સૌથી છેલ્લા નરેન્દ્રપ્રભસૂરિ છે. એમની વિરલ અને અત્યંત પ્રમાણભૂત કહી શકાય તેવી ૧૦૪ શ્લોકપ્રમાણ-પ્રશસ્તિ અત્યાર સુધી મળી આવેલ પ્રશસ્તિઓમાં સૌથી મોટી અને સવિશેષ વિગતવાળી છે; પણ એમાંયે પ્રભાસનાં મંદિરો વિશે કશું જ કહેવામાં આવ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy