________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૯૩
ગૃહવાટિકા અને એક વાટિકા આપ્યાં. અહીંના પ્રાચીન શાલિગ જિનાલયના ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. એના ગર્ભગૃહના દ્વારે ખત્તકમાં પોતાની અને તેજપાલની મૂર્તિ મુકાવી; લક્ષ્મીધરના શ્રેયાર્થે એની પરિધિમાં અષ્ટાપદનો ઉદ્ધાર કરાવ્યો. રાણક શ્રીઅંબડ અને વૈરિસિંહના પુણ્યાર્થે એની બાજુના ચૈત્યમાં બે અહિબિંબ મુકાવ્યાં. ઋષભસ્વામીના કુમારવિહારમાં મૂલનાયક કરાવ્યાં, એના ૭૨ સુવર્ણકુંભદંડ સહિત નવાં કરાવ્યાં તથા બંને બાજુએ દેવકુલિકા કરાવી. મહાવીર અને પાર્શ્વનાથની પણ પ્રતિષ્ઠા કરાવી. પૌત્ર પ્રતાપસિંહની અને એના નાનાભાઈની પુણ્યવૃદ્ધિ માટે અનુક્રમે નિર્ગમન દ્વાર અને વલાનકના પ્રવેશમાં એમ બે અહેતુકુલિકાઓ કરાવી. ઓસવાલગચ્છીય પાર્શ્વનાથનાં જિનાલયોમાં પોતાની અને તેજપાલની મૂર્તિ કરાવી; એના મોક્ષપુરદ્વારે તોરણના સ્તંભ પાસે મલ્લદેવની અને પોતાના કલ્યાણ માટે યુગાદિદેવની અને પોતાની પત્નીના શ્રેયાર્થે નાભેય અને વરની મૂર્તિઓ કરાવી; વિશેષમાં એના ગૂઢમંડપમાં બે કાયોત્સર્ગ જિન કરાવ્યાં. થારાપદ્રગથ્વીય શાંતિનાથ જિનાલયના વલાનક, ત્રિક, અને ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. (પ્રસ્તુત મંદિરમાં?) કેલિકા ફઈ, ફુઆ ત્રિભુવનપાલ, અને પોતાના શ્રેયાર્થે અનુક્રમે સંભવનાથ, અભિનંદન જિન અને શારદાનાં બિંબ પટ્ટશાલામાં કરાવી પ્રતિષ્ઠિત કર્યા. શત્રુંજયાવતારના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની બે દેવકુલિકાઓ કરાવી. ક્ષપણાઈવસતિકાનો ઉદ્ધાર કરાવ્યો; એમાં ચંદ્રપ્રભનું બિંબ મુકાવ્યું. મઠ અને બે અટ્ટ કરાવ્યાં, રોહડીચૈત્યમાં અજયસિંહની મૂર્તિ કરાવી, અને એના કલ્યાણાર્થે નાભેયની મૂર્તિ કરાવી. બ્રહ્માણગચ્છીય નેમિનાથના જિનાલયમાં આદિનાથની દેવકુલિકા કરાવી. સંડેરગચ્છીય મલ્લિનાથ-જિનાલયે લલિતાદેવીના શ્રેય માટે સીમંધર પ્રભુ અને (એના) વિશાળ મંડપમાં દેવકુલિકા સહિત યુગંધર, બાહુ, સુબાહુ અને જિનાધિપ સ્થાપ્યાં. ભાવડાચાર્યગચ્છીય પાર્શ્વજિનેશનો જિનત્રય નામક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ચાહડવિહારનું વલાનક કરાવ્યું; એમાં વચમાં ધાતુમય બિંબ મુકાવ્યું. આસરાજવિહારે પિત્તળનું સમવસરણ કરાવ્યું. સ્વ-કુલસ્વામી (કુલદેવ ?)ના મંદિર આગળ રંગમંડપ કરાવ્યો. તેજપાલે તેમાં માતાના શ્રેયાર્થે અરિષ્ટનેમિની પ્રતિમા મુકાવી, જૈન સાધુઓના નિવાસ માટે એક પૌષધશાલા કરાવી. મુનિઓ માટે બીજી પાંચ વસતી કરાવી.
ખંભાતમાં વસ્તુપાલે કેટલાક બ્રાહ્મણ મંદિરોને અનુલક્ષીને પણ સુકૃત કરાવેલાં જેમકે વીરધવલના શ્રેયાર્થે વૈદ્યનાથ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; એનો અખંડપદ મંડપ કરાવ્યો; એમાં મલ્લદેવની મૂર્તિ મુકાવી, ત્યાં સમીપમાં પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે બન્ને બાજુ ગવાક્ષવાળી પ્રપા કરાવી. ભીમેશ્વરના મંદિર પર કળશ અને ધ્વજદંડ ચઢાવ્યા; એના ગર્ભગૃહમાં પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી; એની જગતીમાં વટસાવિત્રી-સદન સહિત લલિતાદેવીની મૂર્તિ કરાવી. લોલાકૃતિ દોલા તથા મેખલા-વૃષ કરાવ્યાં. પોતાના અને પોતાના
નિ. ઐ. ભા૨-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org