________________
૧૯૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર દુર્ગ) કરાવ્યો. રેવોર્સંગમે • (વરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં તપસ્વી મંડપ કરાવ્યો.
અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વાર–નાંદોદ, વડોદરા, અને મહુડી–તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હિરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ. ૧૯૫૩માં બંધાવી છે. કલાની દષ્ટિએ આ ધારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ
પાવાગઢ પર તેજપાલે અહંતદેવ(સંભવનાથ)નો ગજાનર પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રાસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. (૩૧) સ્તંભનક - શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિમાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રપા કરાવી. (૩૨) સ્તંભતીર્થ
ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યા છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને દ્વારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે શત્રુંજય અને ગિરનારના પ્રતિહસ્તક (પટ્ટ) કરાવ્યા ને એની આવક માટે બે હદિકા, ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org