________________
૧૮૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
સુવર્ણદંડકલશાધિરોપણ, (૬) સંચારપાજા નિર્માણ, તેમ જ (૭) જીર્ણોદ્ધારો - જૈનમંદિરો, મા બ્રાહ્મણીય મંદિરો, અને (૮) પ્રતિમા–પ્રતિષ્ઠા, મ જૈન જિન, સરસ્વતી, યક્ષીયક્ષાદિ), મા બ્રાહ્મણીય દેવતાઓ, 3 આરાધક મૂર્તિ; તદુપરાંત (૯) અન્ય ઇમારતોઃ મ પૌષધશાલા, મા બ્રહ્મશાલા, રૂ ધર્મશાલા, શું થશાલા, ૩ સત્રાગાર, 5 મઠ અને (૧૦) શેષ - શુલ્કમંડપિકા, આ હટ્ટિકા, અને રૂ વાટિકા.
ગ્રંથોમાં સૌથી વિશેષ વિગતો વસ્તુપાલચરિત્રમાં અપાયેલી છે, જ્યારે પ્રશસ્તિઓમાં અલંકારમહોદધિના અંતે નરેન્દ્રપ્રભસૂરિએ આપેલી પ્રશસ્તિ સૌથી મોટી અને વિગતપૂર્ણ છે. જુદાં જુદાં સ્થળોએ વસ્તુપાલ-તેજપાલે કરાવેલ સુકૃત્યોની અહીં રજૂ કરવામાં આવી રહેલી હકીકતો બહુધા મૂળ કૃતિઓની અસલ શબ્દરચનાઓને પ્રામાણિક રહીને કરવામાં આવી છે. (૧) શત્રુંજય
( શ્વેતાંબર જૈન તીર્થોમાં અગ્રણી એવા આ દેવાત્મા સમા પુનિત, પ્રાચીન, પર્વતીય તીર્થ પર વસ્તુપાલને અપાર ભક્તિ, પ્રીતિ, અહોભાવ હતાં. એની એણે સાડાસાત વાર યાત્રા કરેલી. છેલ્લી યાત્રા અધૂરી રહી અને મહાયાત્રા બની. અહીં એણે ઘણાં સુકૃત કરાવેલાં. શત્રુંજયના દક્ષિણ શૃંગ પર મંત્રીશ્વર ઉદયનના પુત્ર વાભટ્ટે ઈ. સ. ૧૧૫૭માં પુનર્નિર્માણ કરાવેલ ભગવાન્ સમો મણિકાંચનમય પૃષ્ઠપટ્ટ અને મુખભાગે શાતકુંભમય તોરણ કરાવ્યાં. એ પ્રાસાદના ત્રણે મંડપો પર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી મહારત્નવત ત્રણ સુવર્ણકલશો પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે ચઢાવ્યાં. એના પ્રવેશદ્વારમાં આરસનું મોટું તોરણ કરાવ્યું; તેમ જ એની સન્મુખે ઉભયમુખી લક્ષ્મીની મધ્યમૂર્તિવાળું તોરણ કરાવ્યું. એની સમીપમાં પ્રશસ્તિ સહિત બે ચતુષ્કિકાઓ કરાવી; તેમ જ ત્યાં લુણિગ અને મલ્લદેવની અશ્વારૂઢ મૂર્તિઓ જુદી મંડપિકાઓમાં કરાવી; અને ઉત્તર-દક્ષિણે ચાર ચાર ચતુષ્કિકાઓ કરાવી. નાભેયના આ મહામંદિરની સામે પ્રત્યેક દ્વારે તોરણયુક્ત ઈન્દ્રમંડપ કરાવ્યો. તેમાં ભીમદેવ (?), મહામંડલેશ્વર વિરધવળ, અને રાણી જૈતલદેવીની દ્વિપારૂઢ મૂર્તિઓ કરાવી; જ્યારે પોતાની અને તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ ઉપરાંત લલિતાદેવી(?)", સાત ગુરુજનો, પૂર્વજો, સંબંધીઓ અને મિત્રવર્યમંત્રી યશોવર(?)ની મૂર્તિઓ મુકાવી. આ ઉપરાંત આદિનાથના એ મૂલચૈત્યના વામપક્ષે દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે ભૃગુકચ્છવિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ, અશ્વાવબોધચરિત્ર, અને શકુનિકાચરિત્રપટ્ટ સહિતનું મંદિર કરાવ્યું. સત્યપુરમંડન મહાવીરના એ મંદિરને છેડે, પ્રવેશમાર્ગે, બે તોરણવાળું વાગ્દવી(ભારતી)નું મંદિર કરાવ્યું. આ ત્રણે મંદિરો પર પ્રતાપસિંહના કલ્યાણ માટે કાંચન-કલશો મુકાવ્યા. ભૃગુપુરાવતારના મંદિરમાં પ્રપિતામહ ચંડપ્રસાદના શ્રેયાર્થે અજિતનાથ અને સંભવનાથના બિંબ મુકાવ્યાં તેમ જ પોતાની અને સોબુકાની મૂર્તિ મુકાવી. એ શકુનિચૈત્યની પાછળ સ્વર્ગીય બંધુ મલ્લદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org