SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ સૂરિવિરચિત ધર્માભ્યુદય મહાકાવ્ય(ઈ. સ. ૧૨૩૦ પૂર્વે) તથા સુકૃતકીર્ત્તિકલ્લોલિની (ઈ. સ. ૧૨૩૨ પૂર્વે), (૫) અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (ઈ. સ. ૧૨૩૧ પૂર્વે), (૬) નરેન્દ્રપ્રભસૂરિરચિત ‘વસ્તુપાલપ્રશસ્તિ’(મોટી), (૭) વિજયસેનસૂરિષ્કૃત રેવંતિંગિરાસુ (ઈસ્વી ૧૨૩૨ બાદ) (૮) પાલ્હણપુત્રકૃત આબુરાસ, (૯) બાલચંદ્રકૃત વસંતવિલાસ, (ઈ. સ. ૧૨૪૦ પશ્ચાત્), (૧૦) મેરુતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૯), અને (૧૧) જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (ઈ. સ. ૧૪૪૧). આ સિવાયના ગ્રંથો-જેવા કે જિનપ્રભસૂરિરચિત કલ્પપ્રદીપ (૧૩મી-૧૪મી શતાબ્દી), રાજશેખરસૂરિનો પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯), અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન પ્રબંધસંગ્રહના ૧૩થી ૧૫મી શતાબ્દીના લેખનોમાં જણાવેલી કેટલીક નોંધોના અપવાદો બાદ કરતાં બાકીનાની વિગતો તપાસતાં ઘણી વાર વ્યવહારુ શક્યતાઓની પરિસીમાઓ વટાવી જતી હોઈ અહીં તેને બહુ લક્ષમાં લેવામાં આવી નથી; જ્યારે ઉપર કહી તે ૧૧ રચનાઓમાં અપાયેલી નોંધો સમતોલ, અન્યોન્ય પ્રામાણિત, પૂરક અને પ્રતીતિકર, તેમ જ કેટલીક વાર ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોના આધારો પર નિઃશંક પુરવાર થતી હોઈ અહીં એને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. આ સિવાય ઉત્તરાકાલીન લેખકોએ વસ્તુપાલ-તેજપાલને અનુલક્ષીને લખેલા રાસમાંથી કેટલીક ઉપયોગી લાગી તે માહિતીનો પણ અહીં-સમાવેશ કર્યો છે. તેમાં હીરાણંદ (ઈ. સ. ૧૪૨૯), લક્ષ્મીસાગર (ઈ. સ. ૧૪૫૨ પશ્ચાત્), પાર્શ્વચંદ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુંદર (ઈ સ. ૧૬૨૬), અને મેરુવિજય(ઈ. સ. ૧૬૬૫)ની કૃતિઓ પ્રમુખ રૂપે ગણી શકાય. આ વાઙમયિક સાધનો ઉપરાંત ગિરનાર અને આબુ પરની બે મોટી પ્રશસ્તિઓના શિલાલેખોમાં અપાયેલી વિગતો તેમ જ શત્રુંજય, આબુ, અણહિલ્લવાડ પાટણ, ખંભાત, નગરા, સેરિસા, તારંગા, ધોળકા, ગણેશર, અને પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા પ્રકીર્ણ લેખોની માહિતીને પણ અહીં સમાવી લેવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલનાં ધર્મલક્ષી સુકૃત્યોનું સમગ્રાવલોકન કરતાં એ મહામના મંત્રીઓની દાનશીલતાનો પ્રવાહ જૈન અને બ્રાહ્મણધર્મનાં ધર્મસ્થાનો પરત્વે તેમ જ ધાર્મિક અને જનોપયોગી વાસ્તુનિર્માણ તરફ નિષ્પક્ષ રીતે, પૂર્ણ ઔદાર્યથી, એકધારો વહ્યો છે. આ સુકૃત્યો કરતી વખતે આ સહૃદયી, પ્રેમાળ મંત્રીઓ પોતાના ભાઈભાંડુઓ, પૂર્વજો, ગુરુજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમકાલીન રાજપુરુષોને પણ ભૂલ્યા નથી. આ તમામ સુકૃત્યરચનાઓનું વિશ્લેષણ કરતાં આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : નાગરિક વાસ્તુમાં (૧) નગર નિર્માણ, (૨) વરણ વિધાન : જ્ઞ તટાક, આ કુંડ, રૂ વાપી, ર્ફે કૂપ, ૩ પ્રપા, ૐ તક્રમંડપિકા. અને સાથે જ દેવાલયાદિ વાસ્તુકર્મણામાં (૩) પ્રાસાદ નિર્માણઃ મૈં જૈન, આ બ્રાહ્મણીય, રૂ મુસ્લિમ; (૪) દેવકુલિકાદિ નિર્માણઃ મૈં જૈન, આ સ્તંભ, રૂ પ્રતિહસ્તક, ફૅ ઉત્તાનપટ્ટ, (૫) Jain Education International ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy