________________
સિદ્ધમેરુ' અપરનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન
૧૪૭
પુરાવાઓ પ્રમાણે માલવાથી આવ્યા પછી સિદ્ધરાજે ઈ. સ. ૧૧૩૫-૩૬ પછી અર્થાત તેની આશરે ૫૮ વર્ષની ઉંમરે આ કામ કરાવ્યું. સિદ્ધરાજ ૧૧૪૩માં, એટલે કે આ કામ શરૂ કરાવીને સાત, આઠ વર્ષે મરણ પામ્યા તેથી તેનું સહસ્ત્રલિકના જીર્ણોદ્ધારનું કામ સાત વર્ષમાં પૂરું થયું હોવું જોઈએ.” (મહેતા, પૃ. ૩૮૫) શ્રી મહેતાએ આમ કહેવા માટે એમને પ્રાપ્ત થયાં હશે તેવાં) આધારભૂત નવીનતમ પ્રમાણો–અભિલેખીય વા સાહિત્યિક, વા બન્ને ત્યાં ટાંકડ્યાં ન હોઈ હાલ તો તે વિષયમાં વિશેષ જાણી શકાય તેમ નથી.)
૨૫. ત્યાં “રેવસૂરિતિ ', ૨૭૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, (સં. રસિકલાલ છોટાલાલ પરીખ
અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી), સંશોધન ગ્રંથમાલા ગ્રંથાંક ૬૯, “આનુશ્રુતિક વૃત્તાંતો', અમદાવાદ
૧૯૭૬, પૃ. ૫૪૨. ૨૭. સોરઠવિજય બાદ જયસિંહદેવે “સિદ્ધચક્રવર્તિ બિરુદ ધારણ કર્યું હોવાનું પરિપક્વ ઇતિહાસવેત્તાઓનું
અનુમાન છે. એ જ પ્રમાણે “મેરુ' જાતિના મહાનું પ્રાસાદનું નિર્માણ આવા કોઈ જવલંત વિજય બાદ વિશેષ શોભે તેવો તર્ક કરી શકાય.
૨૮. માત્ર રાણીવાવનાં “હાડ” અને સહસ્ત્રલિઝ-તટાકના રૂદ્રકુપ અને નાળ આદિ (જે જમીનના તળથી નીચે
રહેલાં અને સરસ્વતીના મહાપુરની રેતીમાં દટાઈ ગયેલાં), તે થોડેક અંશે બચ્યાં છે.
૨૯ પ્રબંધચિંતામણિમાં “સિદ્ધરાજદિપ્રબંધ” અંતર્ગત નગર-મહાસ્થાનના જિન ઋષભ તેમ જ બ્રહ્માના
પ્રાસાદોની વાત આવે છે. (પૃ. ૬૨-૬૩). ખંભાત પાસેના નગરકમાં ૧૧મી શતાબ્દીના પૂર્વ ભાગમાં મૂકી શકાય તેવી બ્રહ્મદેવ, સાવિત્રી અને (સરસ્વતી ?) અને બે ઋષિ-પાર્ષદોની આરસની મૂર્તિઓનું પંચક છે. એટલે આ નગરક તે “નગર-મહાસ્થાન' હશે તેવું પણ પ્રાથમિક દૃષ્ટિએ લાગે. પણ પ્રબંધચિંતામણિ સમેત અન્ય મધ્યકાલીન જૈન સાહિત્યમાં “નગર”થી “વૃદ્ધનગર” વિવક્ષિત છે. પ્રબંધચિંતામણિ નગર-મહાસ્થાનના ઋષભ જિનાલયને ભરત-કારિત કહે છે : અને વિશેષમાં નગર' શત્રુંજયની (અતિ પુરાતન કાળે) તળેટી હોવાનું કહે છે. આવી દંતકથાઓ અન્યત્ર જૈન મધ્યકાલીન સાહિત્યમાં વડનગર અને તેના આદિનાથ મંદિર સંબંધે જ મળે છે. જિનપ્રભસૂરિએ પણ કલ્પપ્રદીપ અંતર્ગત ૮૪ મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં નરમહાસ્થાને શ્રીમતેશ્વર#તિઃ શ્રીયુતિઃ એમ કહ્યું છે : જુઓ, વિવિધ તીર્થત્વ (સં. જિનવિજય) સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૮૫) તપગચ્છીય મુનિસુંદરસૂરિ (ઈસ્વીસનુની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ). રચિત શ્રીજિનસ્તોત્રરત્નકોશમાં પણ “વૃદ્ધનગરાલફ્રાર શ્રી ઋષભદેવસ્તોત્રમાં વૃદ્ધપુરમાં ભરત ચક્રી પ્રતિષ્ઠિત આદિપ્રભુની લેખમયી મૂર્તિની સ્તુતિ કરી છે. (જુઓ શ્રી નૈનસ્તોત્રસંઘ૬, દ્રિતીયો મા, (સંત પં. હર્ષચંદ્ર), શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળા, વારાણસી વી. સં. ૨૪૩૯ (ઈ. સ. ૧૯૧૨), પૃ. ૫૯). આથી
પ્રબંધચિંતામણિમાં જે “નગર મહાસ્થાન'ની વાત છે તે વડનગર સંબંધિત જણાય છે. 30. Cf. H.D. Sankalia, Archaeology of Gujarat, Bombay 1941, Fig. 56. ૩૧. સન્ ૧૯૫૭માં મેં જયારે તોરણોનું સર્વેક્ષણ કરેલું ત્યારે સ્કન્દની મૂર્તિવાળા તોરણના ખંડો નીચે ઉતારી
નાખેલા જોયેલા. ૩૨. ઊંચાઈ લગભગ ૩૫' (કે ૩૩' ?) જેટલી છે. સિદ્ધપુરનાં તોરણોની પીઠ દબાયેલી છે, પણ વડનગરનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org