________________
૧૪૬
નિરીક્ષણ પરથી જણાય છે.
૨૨. સિદ્ધપુરના રુદ્રમહાલયના બાંધકામની અને તે પછીની દેખરેખ રાખવાનો ભાર જેને સોપેલો તે આલિગ મંત્રીને સિદ્ધરાજે અરસામાં ગ્રામ-ગ્રાસ આપ્યાનું (સ્વ) મુનિ જિનવિજયજીએ ‘‘પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન-સામગ્રી'' (ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ)માં નોંધ્યું છે તેવું (સ્વ-) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી કહે છે : (જુઓ એમનો ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧મો, સંસ્કરણ ૨જું, અમદાવાદ ૧૯૫૩, પૃ॰ ૩૭૭.) (શાસ્ત્રીજીએ જિનવિજયજીનો પ્રસ્તુત નિબંધ કઈ સાલમાં વંચાયો હતો, અને છપાયો હતો કે કેમ તે વિષય પર કોઈ જ નોંધ ત્યાં લીધી નથી. આની ખોજ કરતાં ખબર પડી કે મુનિજીએ સન્ ૧૯૩૩માં ગુજરાત સાહિત્ય સભામાં આપેલ વ્યાખ્યાનમાં આવી નોંધ લીધેલી. પ્રસ્તુત વ્યાખ્યાનનું પુનર્મુદ્રણ (અમદાવાદ ૧૯૯૫) થયું છે તેમાં પૃ. ૩૭ પર તે વિષયમાં ટૂંકી નોંધ આપેલી છે. ત્યાં ઘટનાસંવત્ ૧૧૮૯ / ઈ. સ. ૧૧૩૩ નોંધાયેલો છે જે વાસ્તવિક જણાતો નથી. એ મિતિ સં ૧૧૯૬ / ઈ. સ. ૧૧૪૦ના અરસાની હોવી ઘટે.) કેમકે સિદ્ધરાજને રુદ્રમહાલય બાંધવાની પ્રેરણા ઉજ્જયનીના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વરના મંદિર પરથી મળી લાગે છે. સિદ્ધરાજે રુદ્રમહાલયના ધ્વજારોહણ સમયે જૈન મંદિરો (તેમ જ સંભવતયા શૈવેતર બ્રાહ્મણીય દેવાલયો) પરની ધ્વજા ઉતારી નાખવાની આજ્ઞા, ઉજ્જયનીના મહાકાલ મંદિર સંબંધી એવી પ્રથાના અનુકરણ રૂપે, આપેલી તેવું પ્રબંધચિંતામણિ આદિ જૈન પ્રબંધોનું કથન છે, જે સાંપ્રત સંદર્ભમાં સૂચક બની રહે છે. વિશેષમાં રુદ્રમહાલયના સ્તંભો ૫૨ માલવી સ્થાપત્યની સ્પષ્ટ અસર, અને એથી માલવાનો પરિચય-પરામર્શ વરતાય છે, જે ગુજરાતમાં આ પૂર્વેનાં કોઈ દષ્ટાંતોમાં જોવા મળતો નથી. આ પરિસ્થિતિ સિદ્ધરાજના માલવ-વિજય (ઈ. સ. ૧૧૩૭) પછી ઘટી હોવાની કલ્પના ઐતિહાસિક ઘટનાક્રમ સાથે સુસંગત છે.
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૨૩. પ્રસ્તુત ગ્રામ-દાન આલિગ મંત્રીને ‘રુદ્રમહાલય’ તથા ‘રાજવિહાર’ એમ બન્ને દેવાલયોની રચના સિદ્ધપુરમાં પૂરી થઈ તેમાં પ્રતિષ્ઠા થયાના શુભાવસરે દેવાયું હશે તેવું અનુમાન સમુચિત જણાય છે.
૨૪. યથા :
ततस्तेनैवामर्षेण मालवमण्डलं प्रति प्रतिष्ठासुः सचिवान् शिल्पिनश्च सहस्त्रलिङ्ग-धर्मस्थानकर्मस्थाये नियोज्य, ત્વરિતાત્યા તમિત્રિદ્યમાને નૃપતિ: પ્રયાણમરોત્। જિનવિજયજી, પ્રવચિંતામણિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૫૮; અને ત્યાં સ્કન્ધાવા૨માં રાજાને સહસ્રલિંગતટાક વર્ષાકાળ પછી પાણીથી ભરાઈ ગયા હોવાના સમાચાર મળેલા (......સહસ્રતિરોધૃતમિતિ સ્વામિન્....... ઇત્યાદિ : એજન, પૃ ૬૨.)
Jain Education International
માલવયુદ્ધ પછી પરમારરાજ યશોવર્માને કેદ કરી પાટણ લાવ્યા બાદ સિદ્ધરાજે તેને રાજધાનીમાં ત્રિપુરુષપ્રાસાદાદિ મહત્ત્વની વાસ્તુકૃતિઓ બતાવેલી, જેમાં સહસ્રલિજ્ઞસરનો પણ સમાવેશ હતો : યથા : अथ श्रीसिद्धराजेन पत्तने यशोवर्मराज्ञस्त्रिपुरुषप्रभृतीन् सर्वानपि राजप्रासादान् सहस्त्रलिङ्गप्रभृतीनि च ધર્મસ્થાનાનિ શયિત્વા.....ત્યાવિ: એજન, પૃ ૬૧.
શ્રી રમણલાલ નગરજી મહેતાના વીસેક વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલા ઉપયુક્ત લેખ ‘‘સહસ્રલિંગ તળાવ’ (સ્વાધ્યાય, પુ- ૧૭. અંક ૪, વિ. સં. ૨૦૩૬)માં આથી વિપરીત કહેવામાં આવ્યું છે ઃ યથા ઃ ‘‘ઉપલબ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org