________________
જવાની તૈયારીમાં હતા અને તેમને વાંચવામાં આંખની તકલીફ પણ હતી. આ સિવાય તેઓ અન્ય અનિવાર્ય સાંસારિક જવાબદારીઓની અગ્રિમતાઓમાં પણ અત્યંત વ્યસ્ત હતા. જ્યારે ‘પ્રાકથન' ભાયાણી સાહેબ લખનાર હતા; પરંતુ તેમની એકાએક આવી પડેલી વસમી અને ચિરવિદાયને કારણે મારું હૈયું ભાંગી પડેલું : ત્યાર પછી મેં અન્ય કોઈ વરિષ્ઠ વિદ્વાને એ લખવા વિનંતી નથી કરી. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રથમ ખંડની જેમ આ ખંડનું પણ ‘પૂર્વાવલોકન' લખ્યું છે, જે બદલ તેમનો ખૂબ જ આભારી છું. એમના જેવા સદૈવ કર્મઠ, પીઢ, તેમ જ મૂર્ધન્ય વિદ્વાન્ દ્વારા જે લખાય તેનું મૂલ્ય સ્વતઃસિદ્ધ છે. સાંપ્રત ગ્રંથ માટે લેસરઅક્ષરાંકન શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના કૉપ્યુટર નિષ્ણાતો શ્રી અખિલેશ મિશ્ર અને શ્રી પ્રણવ શેઠે કર્યું છે અને પૂફરીડિંગ શ્રી નારણભાઈ પટેલ તેમ જ શોધમદદનીશ કુછ અર્પણા શાહે કર્યું છે. લેખક બન્નેના આભારી છે. પ્રસ્તુત ગ્રંથ “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિ'ના ગ્રંથાંક: ૫ તરીકે પ્રગટ થઈ રહ્યો છે. લેખક સદરહુ ટ્રસ્ટનો તેમ જ શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર અને એના નિયામક ડૉ. જિતેન્દ્ર શાહ પ્રતિ હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
સાંપ્રત સમુચ્ચયગ્રંથ જૈન કલા અને પ્રતિમા વિધાનના અજોડ અન્વેષક અને મારા પ્રત્યે અત્યંત સહાનુભૂતિ અને સમાદર દર્શાવનાર તેમ જ મારા શોધકાર્યને પ્રોત્સાહિત કરનાર મુરબ્બી અને પરમ સુહૃદ (સ્વ) ડા, ઉમાકાંત પ્રેમાનંદ શાહની પુણ્યસ્મૃતિને સાશ્રુ સમર્પિત કરું છું. આજે તેઓ હયાત હોત તો આ સમુચ્ચય ગ્રંથના બન્ને ખંડો જોઈને ઘણા રાજી થયા હોત.
(૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org