________________
લેખકનું વક્તવ્ય
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ સમુચ્ચયના આ બીજા ખંડમાં, અલગ અલગ સમયે અને વિવિધ શોધસામયિકાદિમાં પ્રકાશિત થઈ ચૂકેલા મારા જૈન વિષય સંબદ્ધ લેખોમાં, ઇતિહાસ તથા પુરાતત્ત્વ અને કલા વિષયને સ્પર્શતા, જેમાં અભિલેખો, પ્રતિમા–શિલ્પ અને જિનાલયાદિની ચર્ચા થઈ છે તેવા, કુલ ૨૨ લેખો સમાવી લેવામાં આવ્યા છે. તેમાં વિશેષ કરીને અભિલેખો ચર્ચતા મોટા ભાગના લેખોમાં શ્રી લક્ષ્મણ ભોજકની ઘણી સહાય રહેલી અને એથી એમનું નામ સહલેખક રૂપે મૂળ સ્રોતોમાં જોડાયેલું જોવા મળશે. પ્રત્યેક લેખો થોડા થોડા સુધાર્યા છે, ક્યાંક આવશ્યકતા અનુસાર વધાર્યા પણ છે. લેખોની ક્રમવારી અને પ્રકાશન-ગ્નોત તથા આવશ્યક હોય ત્યાં વિશેષ હકીકતો દર્શાવતી વિગતો આ પ્રમાણે છે : ૧. “ઐરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે,” સામીપ્ય, પુ. ૧૩.૪,
અમદાવાદ જાન્યુઆરી-માર્ચ ૧૯૯૭. ૨. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮.૪, વડોદરા
વિ. સં. ૨૦૨૭ (ઈ. સ. ૧૯૭૧). ૩. “ઉજજયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે, નૈનવિદ્યા . માયા
(Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭.
(સહલેખક લક્ષ્મણ ભોજક). ૪. “ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો,” જૈનવઘા . માયા,
(Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭.
(સહલેખક લક્ષ્મણ ભોજક) ૫. “વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન,” સામીપ્ય, પુ. ૨.૧,
અમદાવાદ એપ્રિલ-જૂન ૧૯૮૫. “પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ,”સંબોધિ પુ. ૩; ૨-૩, અમદાવાદ ૧૯૭૪, (ત્રિભોવનદાસ ઓ. શાહ, અને મણિભાઈ વોરા સાથે
સહલેખન). ૭. “પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો,” શ્રીફાર્બસ ગુજરાતી-સભા ત્રિમાસિક, મુંબઈ, પુ. ૩૦.૨, એપ્રિલ-જૂન ૧૯૬૫. (ત્રિભોવનદાસ ઓ. શાહ અને મણિભાઈ વોરા સાથે સહલેખન).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org