________________
ઘટે. લેખ નં. ૧૪માં તારંગા પરનો અજિતનાથનો મહાપ્રાસાદ રાજા કુમારપાલે નહિ, પણ દંડનાયક અભયદેવે બંધાવેલો એવા એક નવતર મંતવ્યનું લેખકે સપ્રમાણ ખંડન કર્યું છે.
વસ્તુપાલ-તેજપાલે ગુજરાતમાં તથા અન્ય પ્રદેશોમાં પ્રાસાદો, પ્રતિમાઓ, વાપીઓ, જળાશયો, પૌષધશાળાઓ, બ્રહ્મશાળાઓ, ધર્મશાળાઓ, સત્રાગારો રચનાઓનું નિર્માણ કરેલું તેની વિગતવાર માહિતી, જેમાં અનેક જૈનમંદિર બંધાયેલા તેની માહિતી સાહિત્યિક કૃતિઓ તથા અભિલેખોમાંથી એકત્ર કરીને શ્રી ઢાંકીએ લેખ નં. ૧૬માં એ પ્રાચીન મંદિરોના અસ્તિત્વ વિશે ઉપલબ્ધ સ્થાપત્ય-અવશેષોનું પરીક્ષણ કર્યું છે.
તીર્થંકર નેમિનાથના ઉજ્જયન્ત (ગિરનાર) પર થયેલાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકોના મૂર્ત સ્વરૂપ-નિર્માણ સંબદ્ધ મધ્યકાલીન સાહિત્યમાં અનેક ઉલ્લેખ ઉપલબ્ધ છે, પરંતુ એના અવશેષ યથાર્થ રીતે ઓળખી શકાયા નથી. લેખ નં. ૧૭માં લેખકે આ અવશેષોની પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કર્યું છે, જેમાં ગિરનાર પરનું કલ્યાણત્રય-ભવન મંત્રી તેજપાલે કરાવ્યું હોવાનાં પ્રમાણ નોંધપાત્ર છે. ઉજ્જયંતગિરિ પર હાલ “મેલક વસહી' નામે ઓળખાતું મોટું મંદિર વસ્તુત: ખરતર-વસહી છે, જેમાં મૂલનાયકની અસલ પ્રતિમા મહાવીરની હતી એ દર્શાવી લેખક લેખ નં. ૧૮માં એના સમર્થનમાં સમકાલીન, સમીપકાલીન, અને ઉત્તર મધ્યકાલીન લેખકોની નોંધોના આધાર આપ્યા છે. ગિરનાર પર હાલ “કુમારવિહાર' તરીકે ઓળખાતું મંદિર વસ્તુતઃ રાજા કુમારપાલે બંધાવેલું નથી, પરંતુ ઈ. સ. ૧૪૩૮માં બિદરના પૂર્ણસિંહ ઉર્ફે પૂનસી કોઠારીએ બંધાવેલું છે એવું લેખકે લેખ નં. ૧૯માં પ્રતિપાદિત કર્યું છે, જે તેમની પ્રતીતિકર સંશોધન દૃષ્ટિનો ઘોતક છે.
લેખ નં ૨૦માં ગેરસપ્પાના ચૌમુખ જિનાલયની માહિતી આપી છે. લેખ નં. ૨૧માં રાજસ્થાનના નાદિયાના જિનમંદિરના મૂલનાયકની જિનપ્રતિમા પર પ્રકાશ પાડ્યો છે. લેખ નં. ૨૨માં મહુવાથી પ્રાપ્ત અને હાલ ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં રાખેલી જિનપ્રતિમાનો પરિચય આપવામાં આવ્યો છે.
આમ આ સમુચ્ચયમાં શ્રી મધુસૂદન ઢાંકીએ લખેલા નાનામોટા ૨૨ લેખોનો સમાવેશ થાય છે. એમાંના ઘણા લેખોમાં લેખકે અન્વેષણની ભારે જહેમત ઉઠાવી છે ને કેટલાક લેખોમાં તર્કયુક્ત વિચારણા દ્વારા નવું અર્થઘટન આપ્યું છે, તો કેટલાક બીજા લેખોમાં મૌલિક સંશોધન કરી નવાં તથ્ય પ્રકાશમાં લાવ્યા છે. લગભગ સર્વ લેખોમાં શક્ય તેટલી તમામ માહિતી સંકલિત કરવામાં તથા તેનું તર્કયુક્ત તટસ્થ અર્થઘટન કરવામાં ઘણી કાળજી રાખી છે. આ સમુચ્ચયના સંપાદન તથા પ્રકાશન માટે લેખકને અભિનંદન ઘટે છે. તા. ૧૧.૭.૨૦૦૧
હરિપ્રસાદ ગંશાસ્ત્રી નિવૃત્ત નિયામક, ભો. જે. વિદ્યાભવન,
અમદાવાદ
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org