SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૯ બે નામોલિખિત સૂત્રધારો–લોયણ અને કેલા–ની અંજલિબદ્ધ, આરાધના કરતી મૂર્તિઓ બતાવી છે. આ સૂત્રધારો મંત્રી પૃથ્વીપાલે રોકેલા પ્રધાન સ્થપતિઓ હોવાનો તર્ક દા. ઉમાકાંત શાહે કર્યો છે. આ અંગે જોઈએ તો પાંચમી દેવકુલિકાના અગાઉ સંદર્ભ આપેલો હતો તે જિન કુંથુનાથની પ્રતિમાના ઈ. સ. ૧૧૪૬ના તુલ્યકાલીન લેખમાં કારાપકોના ચાર સૂત્રધારોનાં નામોમાં લોયણ અને કેલાનાં નામ મળી આવતાં હોઈ, પ્રસ્તુત સૂત્રધારોની મંત્રી પૃથ્વીપાલના તીર્થોદ્ધાર કાળમાં વિદ્યમાનતા સિદ્ધ થઈ જાય છે. સૂત્રધારોનો ધર્મ તો હશે શૈવ, પણ જિનમંદિર બાંધવાનાં કામો તેમને મળી રહેતાં હશે; અને અહીં તેમને આજીવિકા મળવા ઉપરાંત કલા અને આવડત દેખાડવાનો પણ મોકો મળ્યો, તેથી જિનદેવને કારણે માની ભક્તિભાવથી પ્રેરાઈ એ સરલમના સૂત્રધારોએ પોતાના આત્મશ્રેયાર્થે જિનપ્રતિમા ભરાવી; મંત્રી પૃથ્વીપાલ પણ તેઓને તે માટેની પરવાનગી તો જ આપે જો એમની સાથે કોઈક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ હોય; જે આ સંયોગોમાં તેમના પ્રીતિપાત્ર સ્થપતિઓ હોવાના દાવે સંભવે છે. વળી સરસ્વતીની છતમાં તેઓએ પોતાની સૂત્રધારની હેસિયતથી કંડારાયેલ આરાધક મૂર્તિઓનું કૃત પણ સુસંગત તો જ ગણાય જો તેઓ આ વસતીમાં બાંધકામ સાથે સંકળાયેલા હોય. આ મુદ્દાઓ વિચારતાં દાઇ શાહે કરેલી કલ્પનાને પૂરતું સમર્થન સાંપડી રહે છે". એમ જણાય છે કે મંત્રી પૃથ્વીપાલના સમયમાં તો અમુક જ દેરીઓ બની છે. આજે બધી જ દેરીઓના મૂળ પ્રતિષ્ઠાલેખો મોજૂદ નથી; પણ જેટલા છે એના આધારે એટલું કહી શકાય કે પ્રવેશની ડાબી બાજુથી શરૂ કરી ક્રમાંક ૯ સુધીની દેરીઓમાંની ઘણીખરીમાં સં. ૧૨૦૨ / ઈ. સ. ૧૧૪૬માં પ્રતિષ્ઠા થઈ છે; એટલે તે સૌ એ કાળમાં બની હોવી જોઈએ. ક્રમાંક ૧૦ સં. ૧૨૦૧ | ઈસ. ૧૧૪૫, દશરથ-હેમરથનો લેખ ધરાવે છે; જ્યારે ક્રમાંક ૧૧ ચાહિલ્લ સંતાનીય નરસિંહનો સં. ૧૨૦૦ | ઈ. સ. ૧૧૪૪નો લેખ ધરાવે છે. તે પછીની દેવકુલિકાઓ–૧૩, ૧૪, ૧૫ અને ૧૬–અનુક્રમે સં. ૧૧૧૯, ૧૧૮૬, ૧૧૩૧, અને ૧૧૪૧ના મંત્રી પૃથ્વીપાલના સમય પહેલાંના લેખો ધરાવે છે, અને તે સૌ એ વર્ષમાં પૂર્ણ થઈ હોવી જોઈએ, જ્યારે છેલ્લી ૫૪મી દેરી સં. ૧૨૨૨ | ઈ. સ. ૧૧૬૬માં બનેલી જણાય છે. વચ્ચે આવતી દહેરીઓ પૃથ્વીપાલના પુત્ર ધનપાલના સમયની છે (વિગતો માટે જુઓ નીચે તાલિકા) દેવકુલિકા જયંતવિજયજી લેખની સાલ મૂલનાયક-કારાપક ક્રમાંક લેખાંક ક્રમ ૨૪ સં. ૧૨૦૨ પૃથશ્રાવકો સં. ૧૨૦૦ પૃથશ્રાવકો સં. ૧૨૪૫ (બાજુની મૂર્તિ) પૃથશ્રાવકો می بم ૨૮ بن Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy