________________
૧૦૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
દેવકુલિકાઓમાં કે ત્યાં અન્યત્ર એક પણ પ્રતિમાલેખ વિમલમંત્રીના સમયનો મળ્યો નથી. આથી તારવણી તો એમ નીકળે કે મંત્રીશ્વર વિમલના સમયમાં દેવકુલિકાઓ બંધાઈ જ નહોતી. તો પછી “સોમધર્મ' વિમલવસહીની પ્રતિષ્ઠા અને સાહિલ્લ ભ્રાતાએ મંડપ કરાવ્યાની વાત સાથે “મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું” તેવું નોંધે છે તેનું શું? વાત એમ છે કે સોમધર્મ છેક ૧૫મા શતકમાં જે કંઈ લખે છે તેની પ્રમાણભૂતતા ખૂબ ચોકસાઈભરી તપાસણીમાં ટકી રહે તો જ સ્વીકારવી જોઈએ. વિમલવસહીમાં પૃથ્વીપાલ પૂર્વેના કેવળ પાંચ જ પ્રતિમાલેખો મળ્યા છે : એક તો આગળ સંદર્ભ અપાઈ ગયો છે તે શાંત્યમાત્યનો સં. ૧૧૧૯ ? ઈ. સ. ૧૦૬૩નો; ત્યારબાદ આવે છે સં. ૧૧૩૧ | ઈ. સ. ૧૦૭૫, સં. ૧૧૪૩ ઈ. સ. ૧૦૮૭. સં. ૧૧૮૬ | ઈ. સ0 ૧૧૩). અને સં. ૧૧૮૭ | ઈસ. ૧૧૩૧ના ચાર લેખો. આ પાંચ પૈકીના પહેલા કહ્યા તે ત્રણ ૧૧મી સદીના ઉત્તરાર્થના છે અને છેલ્લા બે ૧૨મી સદીના દ્વિતીય ચરણના. વિશેષમાં કોઈ પણ એક જ મિતિના નથી, પણ એક બીજા વચ્ચે સારો એવો સમયનો ગાળો રહેલો છે. આથી વિમલમંત્રી અને મંત્રી પૃથ્વીપાલ વચ્ચેના ગાળામાં દેવકુલિકા-નિર્માણની ક્રિયા સિલસિલાબંધ ચાલી હતી, અને ચતુર્વિશતિ જિનાલયનું નિર્માણ વિમલના સમયે નહીં તો પછીનાં પચાસ-પોણોસો વર્ષમાં થઈ ચૂકેલું તેમ પણ કહી શકાય તેમ નથી. ભમતીની દેરીઓમાં દ્વારશાખાઓ અને તેમનાં ચોકીઆળાના સ્તંભ, પાટ, અને વિતાનોનું નિરીક્ષણ કરતાં તેમાંનું કશું ૧૧મી સદીનું હોય તેમ જણાતું નથી. સંભવ છે કે આ ચારે પ્રમાણમાં જૂની પ્રતિમાઓ વિમલવસહીમાં અન્યત્ર (ગૂઢમંડપ, મુખમંડપના ખત્તકો, ગર્ભાગાર ઇત્યાદિમાં) સ્થાપેલ હશે અને પૃથ્વીપાલે જીર્ણોદ્ધારસમયે તેને માટે દેવકુલિકાઓ કરી તેમાં તે સૌ અનુક્રમે તેમાં પધરાવવામાં આવી હોય. ખરેખર શું બન્યું હશે તે એકદમ નિશ્ચયપૂર્વક કહેવું કઠિન છે; કલ્પી શકાય તેવાં સૂચનોથી અતિરિક્ત, બીજું કંઈ આજે તો બની શકે તેમ નથી. આ પાંચમાંથી પહેલી બે પ્રતિમાઓ ચાહિલ્લના મુખમંડપના સંભાવ્ય નિર્માણકાળ લગોલગની મિતિ ધરાવે છે; અને બીજી ત્રણ ચાહિલ્લના કાળ બાદની છે. ચાહિલ્લ અને મંત્રી પૃથ્વીપાલ વચ્ચેના ગાળામાં વિમલવસહીમાં કોઈ સુધારા-વધારા થયાનું પ્રમાણ હાલ તો ઉપલબ્ધ નથી.
રંગમંડપ અને ફરતી કેટલીક દેવકુલિકાઓ તૈયાર થઈ ગયા બાદ પૃથ્વીપાલના સ્થપતિઓનું બીજું કાર્ય તેમનું અરસપરસ સંયોજન કરવાનું હતું. તેમાં સૌ પ્રથમ તો પૂર્વે પ્રવેશ તરફના મુખાલિંદ ભાગનું જોડાણ કર્યું હશે. અહીં સંધાન-ચોકીઓમાં શિલ્પીઓએ ૧૨મા શતકના સર્વોત્તમ કોટિનાં વિતાનોની જોડી ગોઠવી છે (ચિત્ર ૧૧). ત્યારબાદ ઉત્તર બાજુના પાર્કાલિંદને પણ ત્રણ ત્રણ સંધાન-ચોકીઓ ઊભી કરી ભમતીનું રંગમંડપ સાથે જોડાણ કરી દીધું છે. આમાં દક્ષિણ બાજુના સંધાનનાં વિતાનોમાંનાં બે મહત્ત્વપૂર્ણ છે. ત્યાં આગલી હરોળની વચલી ચોકીનો જે વિતાન છે તેમાં દેવી સરસ્વતીની પ્રતિમા કંડારી છે. શારદાની આજુબાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org