________________
ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો
૧૫. આ સિવાય સંગમસૂરિ કૃત ‘ચૈત્ય પરિપાટી સ્તવન’(ઈસ્વીસન્ ૧૦૭પ-૧૧૦૬ વચ્ચે)માં નર્મદા તીરે ભૃગુકચ્છના કુનિકાવિહારના જિનપતિ મુનિસુવ્રતનો જય ગાયો છે” :
યથા :
हरिवंश भूषणमणिभृगुकच्छे नर्मदासरित्तीरे । श्रीशकुनिकाविहारे मुनिसुव्रतजिनपतिर्जयति ॥११॥
૧૬. પાછળ ઉલ્લિખિત શ્રીચંદ્રસૂરિના મુનિસુવ્રતચરિત્રમાંના એક અન્ય કથન અનુસાર કર્તાના પ્રગુરુહર્ષપુરીયગચ્છના અભયદેવસૂરિના-ઉપદેશથી ધક્કટવંશીય વરણગ શ્રેષ્ઠીના પુત્ર ‘સંતૂય’ (સુવિખ્યાત સાંતૂમંત્રી) એ ભરૂચના સમલિયા-વિહાર ૫૨ સુવર્ણકલશો ચઢાવેલા૪૫ : યથા ઃ
वरणगसुयं संतूयसचिवं भणिऊण भरुयच्छे सिरिसंवलियाविहारे हेममया रोविया कलसा ॥ १०२ ॥
૮૭
અભયદેવ સૂરિ સિદ્ધરાજના શાસનના આરંભનાં વર્ષો સુધી વિદ્યમાન હતા; અને પ્રસ્તુત ઘટના ઈસ૰ ૧૧૦૦ કે તેથી થોડું પહેલાં બની હશે. આપણે ઉપર જોયું તેમ ઈ સ ૧૧૦૨માં તો સુવર્ણકળશથી મંડિત મુનિસુવ્રતના મંદિરની નોંધ મળે છે જ. સાંતૂમંત્રીના સંદર્ભમાં “સુવર્ણકળશો” બહુવચનમાં પ્રયોગ હોઈ સંભવ છે કે એમના સમયમાં હતું તે મંદિર પણ પછીથી આમ્રભટ્ટ દ્વારા નવનિર્મિત વિહારની જેમ ચતુર્વિંશતિ જિનાલય હોય.
Jain Education International
૧૭. બપ્પભટ્ટિસૂરિની પરંપરામાં થયેલા, યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ અપરનામ ‘સાધારણાંક'ના ચૈત્યપરિપાટીસ્તવન (ઈસ્વીસન્ની ૧૧મી સદીનું ત્રીજું ચરણ૪૦)માં પ્રસિદ્ધ જૈન તીર્થોની નામાવલીમાં ભૃગુકચ્છનો સમાવેશ છે. આથી સુવ્રતજિનના તીર્થની ખ્યાતિ તે કાળ પૂર્વની માનવી ઘટે.
૧૮. પ્રભાવકચરિતકાર (ભૃગુકચ્છના મુનિસુવ્રત જિનાલયના અધિષ્ઠાયક) વિજયસિંહસૂરિના ચરિતમાં પ્રસ્તુત આચાર્ય પુરાતન આર્ય ખપટની પરંપરામાં થયાનું જણાવે છે. પ્રસ્તુત મંદિર ભરૂચમાં અકસ્માત લાગેલ આગથી કેવી રીતે ભસ્મ થઈ ગયું અને આગમાં બચી ગયેલ તીર્થનાયકની પ્રતિમા માટે સૂરિએ બ્રાહ્મણોએ આપેલ ફાળાથી કેવી રીતે ફરીથી બંધાવ્યું તેનું ત્યાં વૃત્તાંત આપ્યું છે. પ્રભાચંદ્રાચાર્ય વિજયસિંહસૂરિને બહુ પુરાણા આચાર્ય માનતા હોય તેમ લાગે છે. નેમિસમાહિત ધિયાં. નામથી શરૂ થતા નેમિનાથના મનોહર સ્તોત્રના કર્તા આ વિજયસિંહસૂરિ છે અને તેમણે તે ઉજ્જયંતગિરીશ અરિષ્ટનેમિને ઉદ્બોધીને (યાત્રા સમયે) રચ્યાનું પ્રભાચંદ્ર કહે છે. બીજી બાજુ કલ્યાણવિજયજીનું કહેવું છે કે આ સૂરિ આમ્રભટ્ટથી બસો-અઢીસો વર્ષથી વિશેષ પુરાણા કાળે થઈ ગયાનું લાગતું નથી. સ્તોત્રની
For Private & Personal Use Only
www.jainelibrary.org