SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોઈ ભરૂચનો મૂળ શકુનિકાવિહાર એનાથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન હોવો જોઈએ; એટલું જ નહીં પણ તેનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવા જેટલી ખ્યાતિ તેણે જયસિંહદેવ સિદ્ધરાજના કાળ, કે તે પૂર્વે, પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, અને એ વાત લક્ષમાં લેતાં મંદિર સારું એવું પુરાતન હોવાનો સંભવ છે. ૧૨. ઈસ્વીસનુના ૧૨મા શતકના આરંભમાં ભરૂચના શકુનિકાવિહારમાં સમર્પિત થયેલા કે લખાયેલા બે ગ્રંથોની પુષ્મિકાઓ પણ આ મંદિર ઈ. સ. ૧૧૩૫ પૂર્વે હતું તેવું નિર્વિવાદ સિદ્ધ કરે છે. પહેલી પુષ્પિકા અનુસાર ચંદ્રકુલના દેવભદ્રસૂરિએ સં. ૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં મુનિસુવ્રત અને વીરના ભવનથી મંડિત ભૃગુકચ્છ નગરમાં આપ્રદત્તની વસતિમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું : યથા : सोवन्निंडयमंडियमुणिसुव्वय-वीरभवणरमणीए । भरुयच्छे तेहिं ठिएहि मंदिरे आमदत्तस्स ॥ વળી પ્રસ્તુત સૂરિએ, છેલ્લી કહી તે કૃતિથી એક દાયકા પહેલાં, એમના જ કથન અનુસાર, “સુવર્ણકળશથી મંડિત” મુનિસુવ્રતના મંદિરવાળા ભરૂચ નગરમાં સં૧૧૫૮ | ઈ. સ. ૧૧૦૨માં કથાર–કોશની (કહારયણકોસોની) રચના કરી ૧ : યથા : कंचणकलसविहूसियमुणिसुव्वयभवणमंडियम्मि पुरे । भरुयच्छे तेहिं ठिएहिं एस नीओ परिसमत्तिं ।। -कथारत्नकोश-प्रशस्ति આથી મંદિર પ્રસ્તુત મિતિ–ઈ. સ. ૧૧૦૨–થી અગાઉ પણ અસ્તિત્વમાં હતું તેવું સ્પષ્ટ રીતે નિર્ણત થઈ જાય છે. ૧૩. સં. ૧૧૬૨ ( ઈસ. ૧૧૦૬માં રચાયેલ, અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવસૂરિ કૃત જીવાનુશાસનમાં, મહાતીર્થોમાં અચાવબોધતીર્થની ગણના થયેલી છે. સોલંકીયુગ (ઈસ્વી ૧૧મું શતક) ૧૪. શૈલીની દષ્ટિએ ૧૨મા શતકનું હોઈ શકે તેવા એક અજ્ઞાતકર્તક મુનિસુવ્રતજિનસ્તવનું આદ્ય કાવ્ય ભૃગુકચ્છ જિન સુવ્રતને ઉદ્દેશ છે : श्रीकैवल्याऽवगमविदिताऽशेषवस्तुस्वभावं, भावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचं । भक्तिप्रर्जा त्रिभुवननतं सुव्रतश्रीजिनाऽहं देव ! स्तोष्ये भृगुपुरमहीमौलिमौले ! भवन्तम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy