SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આલયને સ્થાને નવીન ભવનોનાં નિર્માણ કરાવ્યાં. રાજગચ્છીય પ્રભાચંદ્રના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ ( ઈ. સ. ૧૨૭૮)ની નોંધ અનુસાર ભરૂચના સુવ્રતમંદિરને કાષ્ઠનું તેમ જ જીર્ણાવસ્થામાં જોઈ આંબડે તેનો પુનરુદ્ધાર કર્યો. પણ પ્રભાચંદ્રાચાર્યથી ૯૨ વર્ષ પહેલાં, અને આંબડ દંડનાયકના સમકાલિક, રાજગચ્છીય સોમપ્રભાચાર્ય પોતાના જિનધર્મપ્રતિબોધ(સં૧૨૪૧ / ઈસ. ૧૧૮૫)માં પ્રસ્તુત જિનાલય હેમચંદ્રાચાર્યના આદેશથી દંડનાથ આંબડે કરાવ્યું તેમ કહે છે". જે હોય તે; દંડનાયક આદ્મભટ્ટ તે મંદિર કરાવ્યું તેટલી વાત તો સિદ્ધ છે જ. પ્રબંધોમાં આદ્મભટ્ટ કારિત આ જિનભવનની નિર્માણમિતિ સં. ૧૨૨૦ | ઈ. સ. ૧૧૬૪* કે સં૧૨૨૨ / ઈ.સ. ૧૧૬૬ બતાવવામાં આવી છે, જે વિશ્વસનીય જણાય છે. (બે મિતિઓ વચ્ચે ખાસ ફરક નથી. પહેલી કદાચ શિલાન્યાસની અને બીજી કુંભાધિરોપણની હશે.) શત્રુંજયેશ આદીશ્વરની વાભટ્ટ દ્વારા નવનિર્માણની મિતિ સં૧૧૧૦ વા ૧૧૧૨ | ઈ. સ. ૧૧૫૫ કે ૧૧૫૭ છે. ભરૂચનું આમભટ્ટનું નવું મંદિર તે પછી એક દશકા પછી બંધાયું હોવાનું માનવામાં કોઈ જ બાધા નથી. આ મંદિર વાસ્તવમાં બંધાયાનો સમકાલિક અભિલેખીય નિર્દેશ ધોળકામાં વામ્ભટ્ટ મંત્રીએ કરાવેલ ઉદયનવિહારના ખંડિત પ્રશસ્તિ લેખમાં મળે છે.... - વર્તમાને પ્રસ્તુત શકુનીવિહારના અવશેષો હિ સં. ૭૨૧ | ઈ. સ. ૧૩૨૧માં બંધાયેલી ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. મંદિરના ગર્ભગૃહની (કે ગૂઢમંડપની) જિન-મંગલ-મૂર્તિવાળી જમ્બર દ્વારશાખા, સ્વલ્પાલંકૃત સ્તંભો, અને કેટલાક નાના મોટા, અલંકારપ્રચુર અને ખૂબસૂરત ભાતના વિતાનો છે. આદ્મભટ્ટના મંદિરના રંગમંડપનો વિશાળ કરોટક લગભગ ૩૦ ફૂટ વ્યાસનો હશે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં આ મંદિર સારું એવું મોટું હશે તેમ લાગે છે. પ્રભાવકચરિતકાર મૂળ પ્રાસાદની અવગાહના (કર્ણમાને) ૧૭ હસ્તની બતાવે છે. એ હિસાબે એનો વિસ્તાર (ભદ્ર-વ્યાસ) લગભગ (૧૭” x ૧૫ X ૨૦૫૧)=૫૧ ફીટનો હશે, જે પ્રમાણ શત્રુંજયના વામ્ભટ્ટ મંત્રીકારિત આદીશ્વરના સંપ્રતિ વિદ્યમાન મંદિરના માન નજીક આવી રહે છે. આથી પ્રાસાદ મધ્યમાનના મેરુ જાતિનો હશે તેવો અંદાજ નીકળી શકે છે. (મસ્જિદની ભીતરના આ મંદિરના ઉપયોગમાં લેવાયેલા અવશેષો આ ક્યાસનું સમર્થન કરે છે.) એમ જણાય છે કે મંદિરની રચનામાં મૂળ પ્રાસાદ, ગૂઢમંડપ, છ ચોકી કે નવચોકી, રંગમંડપ, અને રંગમંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ હતી, જે કુંભારિયાના મૂળ ઈ. સ. ૧૧૩૫ના અરસામાં બંધાયેલા, પાસિલ મંત્રીના નેમિનાથના મંદિરના તળછંદનું સ્મરણ કરાવે છે. દેખીતી રીતે જ આદ્મભટ્ટ તીર્થના ગૌરવને અનુરૂપ અને ઉદયન મંત્રીના પરિવારનાં નામ, શાન, અને સમૃદ્ધિ સાથે સુસંગત એવું ઉદાર માનનું અને યથોચિત અલંકારસંપન્ન મંદિર બંધાવેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy