SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૩. છે. વધુમાં વસ્તુપાલે શત્રુંજયગિરિ પર “ભૃગુપુરાવતાર(જિન સુવ્રત)”નું “અશ્વાવબોધ” અને સમલિકા-વિહાર ચરિત્રપટ્ટ' સાથે મંદિર કરાવેલું તેવું સમકાલિક અને ઉત્તરકાલિક લેખકો કહે છે. ૫. વસ્તુપાલ-તેજપાલના સમકાલિક, ચિત્રાવાલકગચ્છ(પછીથી કહેવાયેલા તપાગચ્છ)ના જગચંદ્ર સૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ ભૃગુકચ્છના જિન સુવ્રતને સંબોધીને પ્રાકૃત સુદર્શનાચરિત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨૩૦-૧૨૬૦ વચ્ચે) રચ્યું છે, જેના પ્રારંભમાં સમલિકાવિહારનો પણ ઉલ્લેખ છે૧૯ : યથા : वंदित्तु सुव्वयजिणं सुदरिसणाए पुरंमि भरुयच्छे । નદ સવાયાવિહાર કરવો fk fપ તદ.... -સુવંશાવરિય, ગુચ્છ .. આ પ્રમાણોથી એક વાત તો નિશ્ચિત છે કે મંદિરનું ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦ પૂર્વે અસ્તિત્વ હતું. આ તથ્યનાં જે વિશેષ સોલંકીયુગ (ઈવી. ૧રમી શતાબ્દી) ગ્રંથસ્થાદિ પ્રમાણો મળી આવે છે તે હવે ક્રમવાર નોંધશું. સોલંકીયુગ (ઈસ્વી ૧૨મું શતક) ૬. વિ. સં. ૧૨૩૮ | ઈ. સ. ૧૧૮૨માં બૃહદ્રગચ્છીય (વાદી) દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાપ્રકરણ-વિશેષવૃત્તિ ભૂગપુરે સુવ્રતજિનના અશ્વાવબોધતીર્થમાં રહેલાં વીરજિન સમક્ષ સમર્પિત થયેલી તેવો તેની પ્રાંત-પ્રશસ્તિમાં ઉલ્લેખ છે૨૦ : યથા : प्रकृता समर्पिता च श्रीवीरजिनाग्रतो भृगपुरेऽसौ । अश्वावबोधतीर्थे श्रीसुव्रतपर्युपास्तिवशात् ॥ આથી પ્રસ્તુત તીર્થ ઈ. સ. ૧૧૮૨ પૂર્વે અસ્તિત્વમાં હતું તેમ સિદ્ધ થાય છે. ૭. તેજપાલ મંત્રીના સમયમાં અને ઉપર કથિત સં. ૧૨૩૮વાળા ઉલ્લેખમાં હતું તે સુવ્રતસ્વામીનું જિનભવન ઉદયનમંત્રીના પુત્ર દંડનાયક આંબડ કિંવા આદ્મભટ્ટ નિર્માવેલું એવા નિર્દેશો તો ઉપર કથિત જયસિંહસૂરિની પ્રશસ્તિમાં જ છે. પછીના ચરિતકારો-પ્રબંધકારોએ પણ તે ઘટનાની દંતકથાના સંભાર સાથે સવિસ્તૃત નોંધ લીધી છે. પ્રબંધચિંતામણિકાર મેરૂતુંગાચાર્ય (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અને અનુગામી પ્રબંધકારોના કથન અનુસાર ઉદયનમંત્રીની મરણ સમયની અધૂરી રહી ગયેલી એમની તીર્થોદ્ધારની મનોકામના પૂર્ણ કરવા માટે પુત્ર વાભટ્ટ મંત્રીએ શત્રુંજય પર યુગાદિદેવના જૂના કાષ્ઠમય મંદિરને સ્થાને, અને દ્વિતીય પુત્ર આમભટ્ટ ભૃગુકચ્છમાં જિન સુવ્રતના પુરાતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy