________________
આહતી પુષ્ટિ આશ્રવ ભવહેતુ, સંવર મેક્ષહેતુ
૫૫
આશ્રવ ત્યજવા ગ્ય છે અને સ્વભાવરૂપ સંવર ભજવા
ગ્ય છે,-આમ આશ્રવ–સંવરના અનુક્રમે હે પાદેયપણા વિષયમાં હારી શાશ્વતી આજ્ઞા છે.
માટે આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ આજ્ઞાપ્રધાન બની, જ્ઞાનીની મુખ્ય આજ્ઞારૂપ આ સદ્વર્તાનનું અર્થાત્ આત્મસ્વભાવરૂપ સશીલનું યથાશક્તિ સેવન કરવું જોઈએ; પરભાવ-વિભાવ પ્રત્યે ગામનરૂપ વ્યભિચારથી તે શીલને ભંગ ન થવા દેતાં, આત્મસ્વભાવમાં રહી અહિંસાદિ સદ્વર્તનમય શીલ પાળવું જોઈએ. આમ આશ્રવનું નિવારણું ને સંવરનું સેવન કરતે રહી, જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે, તે આત્માથી મુમુક્ષુ જીવ પરમ સમાધિમય પ્રભુનું પરમ પદ પામે છે. “પ્રભુ આણાં ભકતે લીનતિણે દેવચંદ્ર પદ કીન.” (પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા સ્વરચિત પાઠ ૫૧)
આશ્રવ ભવહેતુ, સંવર મોક્ષહેતુ-આ ‘આહતી મુષ્ટિ’– आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् । इतीयमार्हती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ॥६॥ “આવ તે ભવહેતું જ હોય છે,
સંવર મુક્તિ નિદાન; - આહત મુષ્ટિ એમ અને બીજું,
બેનું પ્રપંચન માન! તુજ આજ્ઞાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org