________________
૩૪૬
વીતરાગસ્તવ સવિવેચન
શાપાદિથી નિગ્રહ કરે છે. આ કહેવું એક “પ્રતારણા”છેતરપીંડી-ઠગાઈ છે, અને તેથી “મૃદુબુદ્ધિ”—કમળ નરમ ઢીલી બુદ્ધિવાળા મુગ્ધ જને છેતરાય છે. આ ભાવથી અત્રે કહ્યું છે કે—કોઈને કોપથી “નિગ્રહીને –.. નિગ્રહ કરીને અને કેઈને તુષમાનતાથી “અનુગ્રહીને” -અનુગ્રહ-કૃપાપ્રસાદ કરીને “પ્રલંભનપરા”—પ્રલંભનમાં– વંચનમાં–છેતરપીંડીમાં તત્પર એવા પરથી અન્ય દેથી મૃદુબુદ્ધિવાળા–નરમ કેમળ બુદ્ધિવ બા ઢીલા પિચા અને પ્રતારવામાં આવે છે-છેતરવામાં–ઠગવામાં આવે છે. આમ પ્રતારણપરા પરથી ભલે ઢીલા પિયા મૃદુબુદ્ધિ જને છેતરાય, પણ અમૃદુબુદ્ધિ-પાકા પરિણુતબુદ્ધિ કૃતધી જને ન જ છેતરાય–ન જ ઠગાય. કારણ કે તેઓ સારી પેઠે સમજે છે કે કોઈના પણ નિગ્રહ-અનુગ્રહથી કે શાપવરથી કોઈનું પણ ભલું–બૂરું થતું નથી, પણ પિતાના શુભાશુભ કર્મને લઈને થાય છે. એટલે કેઈનું સારૂં – નરસું–ભલું બૂરું કઈ પણ દેવની પ્રસન્નતા–અપ્રસન્નતાને આધીન નથી, પણ જીવના પોતાના બાંધેલા શુભઅશુભ ભાવને આધીન છે. અને વીતરાગ દેવ છે, તે તો કઈ પ્રત્યે પ્રસન્ન–અપ્રસન્ન થતા નથી, કે નિગ્રહ– અનુગ્રહ કરતા નથી, પણ સર્વ પ્રત્યે એકસરખો પરમ પ્રેમમય કરુણાભાવ જ ધારે છે; આવા વીતરાગના અવલંબને જીવના જે શુભાશુભ ભાવ ઉપજે છે તે જ જીવને શુભાશુભ ફલને આપનારા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org