SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ જગવિલક્ષણ નું વિતરાગ મૃદુબુદ્ધિને ગોચર નથી ૩૪૧ વિવેચન નાથ! તમારી જોડી ન કે ત્રિઉં લોકમેં રે પ્રભુજી પરમ આધાર ભવિ થાકને રે, –શ્રી દેવચંદ્રજી આ જગત્ તો કોપ–લોભ-ભયથી આકાંત છે–દબાઈ ગયેલું–કચરાઈ ગયેલું છે, આ જગમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્રોધ-લોભ-ભયનું અને ઉપલક્ષણથી માન-માયારાગ-દ્વેષ–મેહ આદિનું આક્રમણ ચાલી રહ્યું છે, આ ક્રોધાદિથી આકાંત જગમાં ક્રોધાદિનું જ સામ્રાજ્ય પ્રવત્તી રહ્યું છે. આવા ક્રોધાદિથી આકાંત જગથી “વિલક્ષણ”—વિરુદ્ધ–વિપરીત–વિચિત્ર જૂદા જ તરી આવતા વિશિષ્ટલક્ષણસંપન્ન–અક્રોધ-લાભ-અભય.અમાન-અમાયઅરાગ–અષ–અમેહ એ તું હે વીતરાગ ! કઈ પ્રકારે “મૃદુધી”—મૃદબુદ્ધિ–“મૃદુ–કોમળ મંદ ઢીલી જાડી બુદ્ધિવાળા જનોને ગોચર—વિષય નથી. અર્થાત્ હે જગદુવિલક્ષણ વીતરાગ દેવ! મૃદુબુદ્ધિ જનો હારી યથાર્થ પરીક્ષામાં ક્ષમ નથી–સમર્થ નથી. એટલે તું કોઈ પણ પ્રકારે મૃદુબુદ્ધિ જનોની પરીક્ષાનો વિષય નથી. શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, વીતરાગ, સકળ ભય રહિત, સર્વજ્ઞ સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.” શ્રી રાજચંદ્રજી પ્રત મોક્ષમાળા (બાલાવબોધ) પા. ૧૩ : ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાં– વીતરાગનું વિલક્ષણ દેવત્વ પ્રદર્શક અષ્ટાદશ પ્રકાશ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy