________________
વીતરાગનું અન્યદેવથી વિલક્ષણ દેવપણું
૩૨૭ અત્રે મહાકવિ હેમચંદ્રાચાર્યજીએ પિતાની લાક્ષણિક શિલીથી વ્યાજસ્તુતિ અલંકારથી પ્રથમ દષ્ટિએ વીતરાગ ભગવાનની નિંદાનો આભાસ કરી, પર્યાવસાનમાં તેની પરમ સ્તુતિ કરી તેનું ઈનર દેવાથી વિલક્ષણપણું દર્શાવ્યું છે. તેમાં આ બીજા લોકથી માંડી છઠ્ઠા કલેક સુધીનો એક સાથે સહસંબંધ છે. ભગવાનનું અન્ય દેવે ગી વિલક્ષણપણું આ આ પ્રકારે છે–
(૧) હે ભગવન્! બીજા દે તે કોઈ પક્ષીના વાહનમાં, કઈ પશુના વાહનમાં, કઈ સિંહ આદિના વાહનમાં બિરાજમાન થયેલા દેખાય છે, પણ ત્યારે દેહ તે નથી કે પક્ષી-પશુ કે સિંહ આદિ વાહનમાં બિરાજમાન થયેલ; (૨) બીજા દેવામાં તે નેત્રના આંખના ગાત્રના–અંગના કે વફત્રના–મુખના કે એ આદિ અન્યના વિકારથી વિકૃત-વિકાર પામેલી આકૃતિ-આકારતા દેખાઈ આવે છે, પણ ત્યારામાં તો નથી નેત્ર-ગાત્ર-વત્ર આદિના વિકારથી કઈ વિકૃત–વિકાર પામેલી આકૃતિ દેખાતી; નથી ધરતો તું શૂલાદિ શસ્ત્ર, નથી ભેટતો અંગના અંગ– न शूलचापचक्रादिशस्त्राङ्ककरपल्लवः । नाङ्गनाकमनीयाङ्गपरिष्वङ्गपरायणः ॥३॥ નથી શૂલ કે ચાપ ચકાદિ શસ્ત્ર,
થયે તૂજ હસ્તાજ અંકિત અને નથી અંગના અંગ આલિંગવાને,
થયે તત્પરો અંગ ઉમંગ આણે; ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org