________________
રત્નત્રય સંબંધી સર્વ સુકૃત
૩૧૩ વિવેચન તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેથી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે .” શ્રીયશોવિજયજી
સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ રત્નત્રયી સંબંધમાં જે કંઈ “સુકૃત–પ્રશસ્ત શુભ કૃત્ય કરવામાં આવ્યું છે, તે સર્વ હું અનુમતિ કરૂં છું–અનુદુ છું, એટલું જ નહિં પણ માર્ગમાત્રાનુસારિ–માર્ગાનુસારી એવું સુકૃત પણ હું અનુમેહું . જેમ કે–ભ્યારે તે દિવસ ધન્ય ધન્ય છે!—કે જ્યાં મેં દાન–શીલ–તપ આદરી ધર્મ કર્યો છે ને દુષ્કર્મ ટાળ્યાં છે; તીર્થયાત્રાદિ કરી જિનવરને પૂજ્યા છે; પાત્રને સત્કાર્યા છે; પુસ્તક–જ્ઞાન લખાવ્યાં ને જિનગૃહ-જિનચિત્ય (પ્રતિમા), ચતુર્વિધ સંઘ એ સાત ક્ષેત્ર સાચવ્યાં છે; પ્રતિકમણાદિક કિયા સભ્યપણે કરી અનુકંપા દાન દીધાં છે, આચાર્ય–ઉપાધ્યાય-સાધુને બહુમાન દીધાં છે; એમ વારંવાર ધર્મકાર્યરૂપ-પુણ્યરૂપ-સુકૃતને હું અનુદું છું, એટલું જ નહિં પણ મનમાં ભલે ભાવ આણું–ચિત્તને ઠેકાણે આણું આ આત્મારામને સમતા ભાવે ભાવવારૂપ ઉત્તમ સુકૃતને તે હું અત્યંત અનુમેટું છું, કારણ કે સમતા વિના જે પ્રાણું પુણ્ય કાર્ય, અનુસરે તે તો છાર પર લિંપણું” અને “ઝાંખર ચિત્રામ”—ચિત્રામણ છે, માટે સમતારૂપ-શુદ્ધ ભાવરૂપ સુકૃતને હું વિશેષ અનમેદું છું.
“ધન્ય ધન્ય તે દિન માહરી, જહાં કી ધર્મ | દાન શિયળ તપ આદરી, ટાન્યાં દુષ્કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org