________________
હારા શાસનામૃત રસીઆઓને નમસ્કાર
૨૮૯ હે વીતરાગ ! તે પુણ્યશાળી મહાભાગ્યવંત જનેને અમારે નમસ્કાર હે ! તેઓને આ અમે બે હાથ જોડી અંજલિ કરીએ છીએ! તેઓને અમે સમુપાસીએ છીએસમ્યપણે સારી પેઠે ઉપાસીએ છીએ,-કે જેઓથી હે ભગવન્! હારા શાસનઅમૃતરસથી રેજ રેજ આત્મા સિંચવામાં આવ્યું છે. હે ભગવન્! હારું વીતરાગ શાસન તે સાક્ષાત્ અમૃત છે. તેના અમૃતરસોથી જેઓ પ્રતિદિન પિતાના આત્માને સિંચે છે –તેના અમૃતરસપાનોથી આત્માને સાક્ષાત્ “અમૃત” બનાવે છે, તે મહાભાગ્યવંતને અમારે નમસ્કાર હો ! તેઓને અમે અંજલિ જેડી પ્રણામ કરીએ છીએ અને તેઓની સેવામાં-ઉપાસનામાં અમે તત્પર થઈએ છીએ. વીતરાગ શાસનના પરમ પરમાર્થ પ્રેમથી અસ્થિમજજાની રંગાયેલા “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યાજીએ પોતાને ગુણપ્રદ આ સહજ ઉદ્ગાર દ્વારા અભિવ્યક્ત કર્યો છે.
જગમ સુરતરૂ સારિખો રે, મન-મેહના રે લોલ, સેવે ધન્ય ધન્ય તેહ રે ભવિબોધના રે લોલ,
–શ્રી દેવચંદ્રજી
તું વીતરાગના જ્યાં પદ પડે તે ભૂમિને નમસ્કાર!– भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते, ब्रूमहे किमतः परम् ? ॥८॥
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org