________________
હારાઅનન્ય અમૃતશાસનની અન્ય સાથે તુલના શી? ૨૮૫ સમાનપણું–સરખાપણું માને છે, તે “હતાત્માઓને”– જેણે પિતાને આત્મા હણી નાંખે છે એવા દુષ્ટ આત્મઘાતીઓને મન પીયૂષ–અમૃત વિષથી તુલ્ય છે–સમાન છે, અર્થાત્ તે અમૃતને ઝેર સમાન માને છે ! પણ સર્વત્ર વિતરાગતાને નિર્મલ બોધ કરનારૂં હારૂં શાસન તો આત્માને સાક્ષાત્ અમૃત સમ પરિણમતું હોવાથી સાક્ષાત્ અમૃત છે; અને અન્ય શાસન તે સરાગતા પિષનારા વિષય-વિષષક વિધાનથી આત્માને વિષરૂપે પરિણમતા હોવાથી વિષ છે, એટલે હારા શાસનનું બીજા બધા શાસન સાથે “સામ્ય’–સરખાપણું માનવું તે અમૃતને વિષની તુલામાં આરોપવા બરાબર છે. અન્ય શાસને પ્રત્યે સામ્ય” એટલે સમદશિપણું રાખવું–રાગદ્વેષરહિત સહિષ્ણુ મધ્યસ્થ બુદ્ધિ રાખવી એ વાત જુદી છે, પણ
સામ્ય” એટલે સમાનપણું એકસરખાપણું માનવું તે તે અમૃત ને ઝેર એકસરખા માનવારૂપ પ્રગટ અવિવેક છે. એટલે એમ જેઓ માને છે તે ખરેખર! “હતા. ત્માઓ” છે–અવિવેકથી જેણે પોતાના આત્માને હણી નાંખે છે એવા દુર્ભાગીઓ છે. ખરેખર! “લલિતવિસ્તર”માં કહ્યું છે તેમ મ્હારૂં અતુલ ધર્મશાસનરૂપ
ધર્મચક તે કપિલાદિપ્રભુત ધર્મચક અપેક્ષાએ વિકેટિ. પરિશુદ્ધતાએ કરી વર–પ્રધાન છે.” એટલે સમન્વયને x “ यथोदित धर्म एव वरं-प्रधानं xxकपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया xxचक्रमिव चक्र।"
લલિતવિસ્તરા, સૂ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org