________________
હિસકોને ઉપકાર ને આશ્રિતો પ્રત્યે ઉપેક્ષા: ૨૭૩ આશ્રયે રહેલાઓની ઉપેક્ષા નહિ કરતાં ઉપકાર કરે છે. પણ હે ભગવન્! હારી રીતિ તે આથી વિલક્ષણ છે. હિંસકે”-હિંસા કરનારા–પિતાને હણનારાને તેં ઉપકૃત કર્યા, તેઓ પ્રત્યે પણ તેં ઉપકાર કર્યો, અને “આશ્રિત – હારો આશ્રય કરનારા પણ તે ઉપેક્ષિત કર્યા–તેની પણ ઉપેક્ષા કરી ! એવું આ હારૂં લોકવિલક્ષણ “ચિત્ર”— અદ્ભુત આશ્ચર્યકારી ચરિત્ર છે, તે બા.માં કેણ પ્રશ્ન ઊઠાવી શકે એમ છે? દા. ત. ભગવાન મહાવીરે ડંશ દેનારા ચંડકૌશિક નાગને પણ પ્રશમઉપદેશથી ઉપકાર કરી ઉદ્ધા અને પિતાના આશ્રિત શિષ્ય પર દુષ્ટ ગશાળાએ તેજેશ્યા મૂકી ત્યારે તેઓની ઉપેક્ષા કરી ! આ વસ્તુ જગપ્રસિદ્ધ છે, એની કે ના પાડી શકે એમ છે? અર્થાત્ આ ઉપરથી હે વીતરાગ! ત્યારે સામ્યયોગ કેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યું છે તે સહેજે સ્વયં સમજાય છે.
UR “અસંપ્રજ્ઞાત” પરમ સમાધિમાં હારી અદ્ભુત લીનતાतथा समाधौ परमे, त्वयात्मा विनिवेशितः। सुखी दुःख्यस्मि नास्मीति, यथा नप्रतिपन्नवान्॥७॥ એ નિવેશે આત્મા તે, પરમ સમાધિમાંહિ, કે સુખી દુઃખી છું છું નહિ, ભાન રહ્યું ન આંહિ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org