________________
૨૬૪
વીતરાગસ્તવ સવિવેચન એટલે મ્હારી સેવાભક્તિથી મેક્ષફલ મળ્યા વિના રહેવાનું નથી. અને આમ જે ભક્તિમાં મને મુક્તિની–મોક્ષલની પણ પૃહા રહી નથી, તે ભક્તિથી મને મોક્ષફલ મળ્યા વિના રહેવાનું નથી, તો હવે આવી વિષમ પરિસ્થિતિમાં મહારે શું કરવું એ બાબતમાં મુંઝાઈ જઈ હું “કિંકજડ”—કિંકર્તવ્યમૂઢ બની ગયે છું, શું કરવું એની મને સૂઝ પડતી નથી. તે અત્રે “કૃત્ય વિધિમાં”-કરવા બા. માં-મહારે શું કરવું એગ્ય છે એના વિધાન વિષે તું મ્હારા પર પ્રસાદ-કૃપાપ્રસાદ કર ! અનુગ્રહ કરી હારે શું કરવું તે બતાવ! અત્રે મહાકવિ હેમચન્દ્રાચાર્યજીએ અલૌકિક આશયભર્યા પરમ ગૂઢ ભાવ ભર્યા છે, તે સંક્ષેપમાં અત્ર વિવેચ્યા છે, વિશેષ સ્વમતિથી વિચારણીય છે. || ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ વિવેચનમાં–
અદ્ભુત વિથોપકારિત્વ નિરૂપક ત્રેદશ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org