________________
વિલક્ષણ કલ્પતરુથકી ફલપ્રાપ્તિની ઇચ્છા ૨૫૯
વૃક્ષ છે તે તે બીજ વાવ્ય-જલસિંચનથી અનુકમે વૃદ્ધિ પામ્ય ફલ આપે છે અને તે વૃક્ષ પણ–કલ્પવૃક્ષ પણ કાલાંતરે “નિપાત” પામે છે, પડી જાય છે, અને તે પણ “સંકલ્પિત’–સંક૯પેલું–લેવા ધારેલું ફલ આપે છે. પણું હે વીતરાગ ! તું તો આ લૌકિક કલ્પવૃક્ષથી વિલક્ષણ એ અચિંત્ય અલૌકિક કલ્પવૃક્ષ છે! “અણસિંએ – વિના જલસિંચન કર્યું જે મોક્ષ-સ્વર્ગાદિ સુગતિરૂપ સફલના મહાભારથી લચી રહેલ–અતિ નમ્ર બનેલ છે, કોઈ કાળે પણ-કાળાંતરે પણ જેને “નિપાત” (પડી જવું સંભવ નથી એવા “અનિપાતથી–સદા સ્થાયીપણારૂપ શાશ્વતપણુથી જે “ગરીયસૂ’–પરમ ગુરુમાં ગુરુ છે, અને “અસંકલિપત”—અણસંક૯પેલા ફલને જે દાતા છે, એવા તું અસંકલિપત કલ્પવૃક્ષ થકી હું ફલને–એક્ષરૂપ સતફલને પામું, એવી સંવેગરૂપ–માત્ર મેક્ષાભિલાષરૂપ સ્પૃહા કરું છું ! અર્થાત્ તું અચિંત્ય કલ્પવૃક્ષને સેવી હું મુમુક્ષુ માત્ર મેક્ષફલ જ ઈચ્છું છું.
અસંગ છતાં જનેશ તું વિલક્ષણ જગત્રાતાને હું કિંકર— असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । मध्यस्थस्य जगत्त्रातुरनङ्कस्तेऽस्मि किंकरः ॥६॥ અસંગા લકેશા નિરમમ કૃપાત્મા તુજ તણે, મધ્યસ્થા વિશ્વવ્યા કિંકર જ અનકી મુજ ગણે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org