________________
૨૫૮
વીતરાગસ્તવ સવિવેચન ગુણથી રહિત-કર્મરૂપ રજથી સર્વથા રહિત હાઈ મોક્ષમાગની સૃષ્ટિ સજનારો ખરેખરો બ્રહ્મા છો! આમ તું અભવ મહેશ, અગદ નરોદી વિષ્ણુ, અને અરાજસ બ્રહા હેવાથી, જેનામાં એકી સાથે પરમાર્થથી (નામ માત્રથી નહિં!) બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રિમૂર્તિ પણું પ્રાપ્ત થાય છે, એવા “કેઈ–અવાચ્ય પરમ આશ્ચર્યકારી તું લેક-વિલક્ષણ અલૌકિક ત્રિમૂર્તિને નમસ્કાર હે!
તું વિલક્ષણ કલ્પતરુથકી ફલપ્રાપ્તિની ઈચ્છા– अनुक्षितफलोदग्रादनिपातगरीयसः। असङ्कल्पितकल्पद्रोस्त्वत्तः फलमवाप्नुयाम् ॥५॥ અસિંચેલા ભારે ફલથી અનિપાતે ગુરુ બહુ, અસંકલ્પલા તું કલપતરથી હું લ લહું. ૫
અર્થ—અણસિંચેલ જે ફલભારથી લચી રહેલ છે, અનિપાતથી જે ગરીયસ–મહાગુરુ છે, એવા તું અસંકલ્પિત કલ્પવૃક્ષ થકી હું ફલ પામું.
વિવેચન “શુભ શીતળતામય છાંય રહી,
' મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહ તરુ ક૯પ અહે! ભજીને ભગવંત ભવંત લહે,
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org