________________
૨૫૬
વીતરાગસ્તવ સવિવેચન કેઈ ન સમજી શકાય એવી જગવિલક્ષણ છે! તું અચંડ”—અરૌદ્ર-અભયંકર વીરવૃત્તિવાળે છે અને શમવતિ” -પ્રશમરસમાં નિમગ્ન વર્તાતે “શમી—ોધાદિ કષાય શમાવનારો છે, છતાં આમ અચંડ વીરવૃત્તિવાળા અને શમવત્તિ શમી એવા હારાથી “કુટિલ-વાંકા–વકગતિવાળા કર્મ-કંટકો–કર્મરૂપી કાંટાઓ સારી પેઠે–આત્યંતિકપણે કુટી નાંખવામાં આવ્યા! આત્માથી “વક’ –વાંકા ચાલનારા કુટિલ કર્મશત્રુઓરૂપ કાંટાઓ ફરી ઊભા ન થાય એમ સારી પેઠે ફૂટી નંખાયા–વીણી વીણીને મારી નંખાયા એ પરમ આશ્ચર્ય છે !
I તું વીતરાગનું વિલક્ષણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશરૂપપણું–
अभवाय महेशायागदाय नरकच्छिदे ।
अराजसाय ब्रह्मणे, कस्मैचिद्भवते नमः ॥४॥ મહેશા નિર્જન્મા અગદ નરકેચ્છેદનકરા, અરાજસ્ બ્રહ્મા કે તુજ પ્રતિ નમ: હે ભવહરા! ૪
અર્થ—અભવ મહેશ, અગદ નરક છેદી, અરાજસ બ્રહ્મા-એવા કોઈ તને નામરકાર હો!
* આ પ્રકાશમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યજીએ એમની લાક્ષણિક શૈલીમાં સપ્ત વિભક્તિનો એમને પ્રિય પ્રયોગ કરી પહેલા શ્લોકમાં પ્રભુ માટે પહેલી વિભક્તિ, બીજા શ્લોકમાં બીજી વિભક્તિ, ત્રીજા લેકમાં ત્રીજી વિભક્તિ ઈત્યાદિ પ્રયોજી વર્ણન કરતાં અપૂર્વ કાવ્યમત્કૃતિ દાખવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org