________________
જેવો સુખહેતુમાં તેવો દુ:ખહેતુમાં વૈરાગ્ય નહિ! ૨૩૯
હે નાથ! “દુખમેં પ્રભુકું સહુ ભજે, સુખમેં ભજે ન કય” એ લોકોક્તિ પ્રમાણે સાંસારિક દુઃખના કારણરૂપ એવા રોગ–ક-દુઃખ-દારિદ્ય આદિ પૌગલિક દુઃખહેતઓ આવી પડે તે સર્વ કેઈને વૈરાગ્ય સુલભ છે, પણ સાંસારિક સુખના કારણરૂપ પંચેંદ્રિય સાધનની વિપુલતારૂપ સંપૂર્ણ સુખસમૃદ્ધિ જ્યાં છે એવા પૌગલિક સુખહેતુઓ મધ્યે વિરાગ્ય ઉપજ કે રહે દુર્લભ છે. દુઃખહેતુઓમાં વૈરાગ્ય સર્વ કેઈ ને હોય, પણ સુખહતુઓમાં વૈરાગ્ય તો કેઈ હારા જેવા વિરલાને જ હોય. વળી હારી બાબતમાં તે એર વાત એ છે કે-દુઃખહેતઓમાં જે “નિgષ –ફેતર વિનાને ચોકખેચક શુદ્ધ વિરાગ્ય નથી તે વૈરાગ્ય તને સુખહેતુઓમાં છે! ખરેખર! તું સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ મોક્ષહેતુઓમાં પ્રવીણ”-નિષ્ણાત-નિપુણ છે, એટલે જ આમ બની શકે છે. કારણ કે સમ્યગ્ગદષ્ટિ જ્ઞાનીને મન તે “રજકણ કે ઋદ્ધિ વિમાનિક દેવની, સેવે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે” એવી તત્વદષ્ટિ ઉજજાગૃત છે. એટલે સાંસારિક સુખહેતઓમાં પણ એને પરમ વૈરાગ્ય વર્તે છે અને ભાવે છે કે–આ “લપ” વળી કયાંથી આવી પડી ! અને હે ભગવાન! તું તે પરમ સમ્યગદષ્ટિ જ્ઞાની છે એટલે આમ સુખહેતુઓમાં પણ ત્યારે વૈરાગ્ય પરમ પરાકાષ્ઠાને પામ્યો હોય એમાં પૂછવું જ શું? વિક-શરાણે સજેલું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર – विवेकशाणे वैराग्यशस्त्रं शातं त्वया तथा । यथा मोक्षेऽपि तत्साक्षादकुण्ठितपराक्रमम् ॥३॥
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org