________________
૨૦૬
વીતરાગત સાવિવેચન
મહિમા જગતમાં ઓર મહેકી ઊઠે છે, કારણ કે આવા કરાળ કાળમાં પણ તેઓ પરમ દુર્લભ એવા પરમાઈ–કલ્યા- ણને સાધવા સમર્થ બને છે. આ કાળમાં આ પરમાર્થ– કલ્યાણની પરમ દુર્લભતા અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે--
શાને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણુ ગ્ય કહ્યો છેઅને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષણ પણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુલ્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુસમ કહેવા ગ્ય છે, જે કે સર્વ કાળને વિષે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષને જેગ દુલ્લભજ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુલ્લભ હોય છે. જેની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણને પામે છે. એટલે પરમાર્થમાગ અનુક્રમે વ્યવછેદ થવા જોગ કાળ આવે છે.”
--શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૪
કલિકાલમાં વીતરાગચરણરજની દુર્લભતા– निशि दीपोऽम्बुधौ दीपं, मरौ शाखी हिमे शिखी। कलौ दुरापः प्राप्तोऽयं, त्वत्पादाब्जरजः कणः ॥६॥
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org