________________
૧૯૮
વીતરાગસ્તવ સવિવેચન
એટલે ભક્તિનું ફળ અલ્પ કાળમાં મળે એમાં આશ્ચર્ય નથી આ અંગે વર્તમાનયુગના સંતશિરોમણિ શ્રીમદ રાજચંદ્રજીના ટંકેત્કીર્ણ વચનામૃત છે કે- “મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો, એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયમાં નથી રહ્યાં અને એ મળ્યાં વિના જીવને છૂટકે નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે.
“પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શુન્ય જ છે. જે અટકયું છે તે યોગ્યતાની કચાશને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઈચછવી એ પરમ ફલ છે. ઈશ્વર કૃપા કરે તેને કલિયુગમાં તે પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૫૩, ૩૩૭.
સુષમ કરતાં દુઃષમમાં પ્રભુકૃપા ફલવતી सुषमातो दुःषमायां, कृपा फलवती तव । मेस्तो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः॥२ સુષમ થકી દુષમ વિષે, સફળ કૃપા તુજ થાય, અરમાં ક૯પત સ્થિતિ, મેરુ કરતાં લાવ્ય, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org