________________
૧૮૮
વીતરાગસ્તવ સવિવેચન નિયાયિક-વૈશેષિક અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિ– चित्रमेकमनेक च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥९॥ ચિત્ર અનેક ને એક, રૂપ પ્રમાણે જે ભણે; તે વૈશેષિક નિયાથી, ન અનેકાંતને હણે. ૯
અર્થ–એક અને અનેક એવા ચિત્ર રૂપને પ્રામાણિક વદતો યોગ વા વૈશેષિક અનેકાંતને પ્રતિક્ષેપે નહિં.
વિવેચન “જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય ગ રોય ભેદરે આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુ:ખ અંગ અખેરે.
–શ્રી આનંદઘનજી એક અને અનેક એમ ચિત્ર–નાના પ્રકારના રૂપને પ્રામાણિક–પ્રમાણુરૂપ જે કહે છે, એટલે કે વસ્તુના એકાનેકરૂ૫૫ણને જે પ્રમાણુ ગણે છે તે ગ–નિયાયિક કે વૈશેષિક દર્શનવાળે પણ અનેકાંતને પ્રતિક્ષેપ કરી શકે નહિં. અર્થાત્ સામાન્ય-વિશેષ-દ્રવ્ય-ગુણ આદિ માનનારા વૈશેષિક દર્શનમાં અને પ્રમાણ-પ્રમેય આદિ માનનારા નૈયાયિક દર્શનમાં પણ “ચિત્રરૂપ”-નાનાકારધારિણ વસ્તુને સ્વીકાર છે જ, એટલે તે પણ એકાનેકરૂપ વસ્તુ માન્ય કરતે હેઈ એકાનેકરૂપ વસ્તુ માનનારા અનેકાંતને પ્રતિક્ષેપ–સામને કરી શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org