________________
૧૮૦
વીતરાગસ્તવ સવિવેચન
શિખાઉ જ્ઞાન વડે કહેા છે. મહારા મહાવીર એમ કાઈ કાળે કહે નહી'; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬.
આમ એકાંતનિત્યમાં કે એકાંતઅનિત્યમાં કૃતનાશ— અકૃતાગમ દૂષણ આવે છે, સુખદુ:ખને ભાગ ઘટો નથી, પુણ્યપાપ ને ધમેાક્ષ વ્યવસ્થા પણ ઘટતી નથી, અને કોઈ પણ અથČક્રિયા સંભવતી નથી, માટે એકાંતનિત્યવાદ કે એકાંતઅનિત્યવાદ અને અપ્રમાણ કરે છે, નિત્યાનિત્ય અર્થાત્ પરિણામીનિત્ય માનનાર અનેકાન્તવાદ જ સથા પ્રમાણ ઠરે છે અને તેમાં જ આ સમસ્ત વ્યવસ્થા સાંગેાપાંગ અવિકલપણે ઘટે છે.
આમ અનેકાંત દષ્ટિએ આત્મા નિત્યાનિત્ય અર્થાત્ પરિણામીનિત્ય છે; અને તેવા પરિણામીનિત્ય આત્મામાં જ ખધમાક્ષ આદિ વ્યવસ્થા ઘટે છે. પણ જો સથા અપરિણામી–એકાંત કૂટસ્થનિત્ય જ આત્મા માનવામાં આવે તા, તેમાં 'ધમેાક્ષાદિ વ્યવસ્થા નહિ' ઘટે; કારણ કે તેમાં અવસ્થાંતરના અભાવે કાં તા ભવ ને કાં તે મેાક્ષ એ એમાંથી એક જ અવસ્થા રહેશે; અને ચેાગમાગ પણ નિષ્ફળ થઈ પડી, કૃતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંતઅનિત્ય જ આત્મા માનવામાં આવે, તે તેમાં પણ ધમાક્ષ, સુખદુઃખ આદિ વ્યવસ્થા નહિં ઘટે. કારણ કે અખંડ એક વસ્તુ વિના પરિણમન કનું થશે ? અને તથારૂપ પિરણમન વિના આત્મગુણવિકાસરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org