________________
૧૭ર
વીતરાગસ્તવ સવિવેચન આગલા પ્રકાશમાં વીતરાગ દેવ એ જ એક ખરેખર દેવ છે, એ જ એક ખરેખર આપ્ત છે ને એ જ એક ખરેખરે શાસ્તા છે, –નથી અન્ય કોઈ એને પ્રતિપક્ષ, નથી અન્ય કઈ આપ્ત, નથી અન્ય કેઈ શાસ્તા,–આમ સુયુક્તિથી અન્ય સર્વનું ઉત્થાપન કરી પરમ આપ્ત પરમ શાસ્તા વીતરાગ મહાદેવની મહાપ્રતિષ્ઠા કરી. હવે આ પ્રકાશમાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી આ પરમ આપ્ત પરમ શાતા વીતરાગ દેવના અપ્રતિહત અનેકાંત શાસનની ઉદ્દઘોષણ કરે છે, એકાંતનિત્ય એકાંત
અનિત્યમાં કંઈ પણ વસ્તુવ્યવસ્થા ઘટતી નથી, પણ નિત્યાનિત્યાત્મક અનેકાંતમાં જ સકલ વરતુવ્યવસ્થા અવિકસપણે ઘટે છે, એમ નિgષ યુક્તિથી અનેકાંત સિદ્ધાંતનું પ્રતિષ્ઠાપન કરતાં સમસ્ત એકાંતવાદનું ઉત્થાપન કરે છે, અને આમ અનેકાંત સિદ્ધાંત અન્ય સર્વ એકાંતવાદનું નિરસન કરવા સમર્થ છે, પણ બૌદ્ધ-સાંખ્ય–ગ આદિ કોઈ પણ એકાંતવાદ અનેકાંત સિદ્ધાંતનું નિરસન કરવા સમર્થ નથી એમ સવિસ્તર દર્શાવી, ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત તે સત્ એવા વીતરાગપ્રણત અનેકાંત તત્ત્વને જ બુધજને સ્વીકાર કરે છે એમ વચનકાર કરે છે. આટલી સામાન્ય ભૂમિકા કરી હવે આ લેકને ભાવ વિચારીએ.
વસ્તુ જે એકાંત નિત્ય હોય તે તેમાં કૃતનાશ અને અકૃતાગમ એ બે દેષ આવે છે, વસ્તુ એકાંતે નિત્ય હોય તે પણ તેમાં કૃતનાશ અને અકૃતાગમ એ બે દોષ આવે છે. પિતે કરેલા કર્મને નાશ–ફલ નહિં ભેગવવાપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org