________________
૧૨૦
વીતરાગસ્તવ સવિવેચન વિવેચન
દિવ્ય વનિ સુર ફૂલ, ચામર ચત્ર અમૂલ; આજ હે રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી.
–શ્રી યશોવિજયજી.
આગલા ચતુર્થ પ્રકાશમાં દેવકૃત ૧૯ અતિશયે મધ્યેથી ૧૧ અતિશયેનું વર્ણન કર્યું, અત્રે આ પાંચમા પ્રકાશમાં શેષ આઠ અતિશયેનું તેવું જ હૃદયંગમ વર્ણન કર્યું છે, આ અષ્ટ અતિશયે તે “અષ્ટ પ્રાતિહાર્ય' નામે પ્રસિદ્ધ છે. પ્રતિહારને ભાવ તે પ્રાતિહાર્ય. અર્થાતુ છત્રચામર-સિંહાસનાદિ રાજચિહ્ન ( Paraphermalia) જેમ અત્રે રાજસભામાં આ રાજા બિરાજમાન છે એમ રાજાના આવેદક પ્રતિહારી-છડીદાર જેવા છે, તેમ કેવલસામ્રાજ્યના ચિહ્નરૂપ આ અષ્ટ પ્રાતિહાર્ય અત્રે સમવસરણસભામાં આ ત્રિભુવનરાજરાજેશ્વર તીર્થકર દેવ બિરાજમાન છે એમ આ ચેગિસમ્રાટના પ્રખ્યાપક પ્રતીહારી સમાન છે. તે અષ્ટ પ્રાતિહાર્ય આ છે –(૧) ચિત્યવૃક્ષ અશોક, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દેવદુંદુભિ, (૮) છત્રત્રયી. તીર્થકર ભગવાનના કેવલસામ્રાજ્યની છડી પોકારનારા આ આઠ પ્રાતિહાર્યનું પરમ હૃદયંગમ વર્ણન અત્ર આઠ લેકમાં એકેકપણે કર્યું છે અને નવમાં છેલ્લા કલેકમાં તેને ઉપસંહાર કર્યો છે. આ અષ્ટ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org