________________
- -
- -
-
-
૧૧૮
* વીતરાગસ્તવ સવિવેચન વીતરાગદેવસેવામાં કોટિ દેવેનું સદાતત્પરપણું– जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ॥१४॥ કેટિ સંખ્યા સુર અસુર સેવે તને તે જઘન્ય, મયે ના અલસ ભગવાન્ ! અર્થમાં પ્રાપ્ય પુણ્ય. ૧૪
અર્થ –જઘન્યથી (ઓછામાં ઓછા) કેકટિસંખ્ય સુરાસુરો તને સેવે છે; ભાગ્યસંભારથી લભ્ય–પ્રાપ્ત થવા યોગ્ય અર્થમાં મદે પણ ઉદાસ રહેતા નથી.
વિવેચન “પ્રભુચરણને સેવે છે, કે સુરનરઅસુરપતિ”
– શ્રી દેવચંદ્રજી જઘન્યથી–ઓછામાં ઓછા (minimum) કટિ. સંખ્યા એક કોડની સંખ્યામાં સુરાસુરે તને સેવે છે. આ વસ્તુને અર્થાતરન્યાસથી સમર્થિત કરતાં કવિ કહે છે– ભાગ્યસંભારથી”—મહાપુણ્યસમૂહના ગે “લભ્ય’–પ્રાપ્ત થવા ગ્ય એવી વસ્તુમાં “મદે”-મંદ જડબુદ્ધિ અને પણ ઉદાસ રહેતા નથી–ઉપેક્ષા કરતા નથી, આળસ કરતા નથી, તે પછી બીજાનું તે પૂછવું જ શું? || ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– - સકાવ્યાનુવાદ સવિવેચનમાં– દેવકૃત અગીયાર અતિશય વર્ણનાત્મક ચતુર્થ પ્રકાશ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org