________________
સુવર્ણકમળ રચના : ચતુર્મુખ રચના
૧૦૫
જ્યાં જ્યાં ત્યાર પદ પદ ધરે ત્યાં સુરાસુર વૃદ, વેરે લક્ષમી કમલછલથી પઘસવા મુનીંદ! ૩
અર્થ-જ્યાં લ્હારા બન્ને પાદ પદ ધરે છે, ત્યાં સરાસરે પંકજના બહાને પંકજવાસિની શ્રી વેરે છે.
વિવેચન
“પનિ તત્ર વિવુથા: રપતિ ” – ભક્તામર સ્તોત્ર
તીર્થકર જ્યાં જ્યાં ગમન કરે છે – પગલાં પાડે છે ત્યાં ત્યાં તેમના પદ મૂકવાને દેવે સુવર્ણકમળની રચના કરે છે. એક પગલું સુવર્ણ કમળ પર મૂકે ત્યાં બીજું સુવર્ણકમળ આગળ આગળ રચાતું આવે અને તે પર પદ મૂકી પ્રભુ આગળ આગળ ચાલતા જાય. આ વસ્તુ કવિ અપહુતિ અલંકારથી સુંદર રીતે વર્ણવે છે–જ્યાં -હારા બે પાદ–ચરણ પદ ધરે છે – પગલાં પાડે છે, ત્યાં સુરાસુરે “પંકજ વ્યાજથી” – પંકજ છલથી – પંકજના
ન્હાને પંકજવાસિની શ્રીલક્ષમી વેરે છે! લક્ષમી “પંકજ વાસિની” – કમળવાસિની કમળા પદ્મસ%ા કહેવાય છે, અને આ પંકજે સુવર્ણઘટિત છે, એટલે આ પંકજના
મ્હાને દેવે પંકજવાસિની “શ્રી” વેરે છે એમ કહ્યું તે યથાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org