________________
વીતરાગસ્તવ સવિવેચન અર્થ -તથાપિ શ્રદ્ધામુગ્ધ એ હું રખેલતાં છતાં ઉપાલંભ (ઠપકા) ગ્ય નથી, કારણ કે, શ્રદ્ધાવંતની વિશૃંખલ વાગવૃત્તિ પણ શેભે છે.
વિવેચન “બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બેલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તેલ? ??
–શ્રી ચિદાનંદજી એમ છે તે પછી આવું વિકટ કાર્ય કરવાને પ્રયાસ શા માટે કરે છે? તેને જાણે અત્રે ઉત્તર આપે છે તથાપિ”—તેમ છતાં આવા દુઃસાધ્ય વીતરાગસ્તવમાં અસમર્થ છતાં, “શ્રદ્ધા મુગ્ધ-શ્રદ્ધાથી મુગ્ધ બનેલે હું શ્રદ્ધાથી પ્રેરિત થઈ પ્રવર્તતાં ક્યાંક અલન કરૂં, તે પણ ઉપાલંભ ગ્ય”—ઠપકાને પાત્ર નથી, કારણ કે શ્રદ્ધાવંતની વિશંખલ–વૃંખલા-સંકલનારહિત વા બંધનરહિતનિબંધ–અસંબદ્ધ વચન રચના પણ શોભે છે. અર્થાત હું હારૂં સ્તવ કરવા અસમર્થ છતાં આ કરવાનું સાહસ કરું છું, તેમાં પ્રેરક બળ હારા પ્રત્યેની શ્રદ્ધા છે; હારા શુદ્ધ સહજાન્મસ્વરૂપ વીતરાગ સ્વરૂપ પ્રત્યે મને એટલી બધી દઢ શ્રદ્ધા ઉપજી છે કે તેથી મુગ્ધ બની હું આ દુર્ઘટ કાર્યમાં પ્રવર્તે છું; “મુગ્ધ” બાલક જેમ જેવું મનમાં આવે તેવું અસંબદ્ધ કાલું ઘેલું બોલે, તેમ હારા અનુપમ ગુણથી મેહ પામી “મુગ્ધ થયેલે હું “મુગ્ધ ભાવે–નિષ્કપટ ભેળા ભાવે જેવું હૃદયમાં આવે તેવું હારી સ્તુતિરૂપ વચન બોલું છું.
H
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org