SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન પ્રભાતે પ્રાર્થના (અનુષ્ટ્રપ) આશા ને ઘેર્યનો તંતુ તૂટું-તૂટું થઈ રહ્યો એવે ટાણે, નવા વ્હાણે, ચિતવું માત્ર આટલું; જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી-નથી, શાળા છે એ પ્રયોગોની, માનવીના વિકાસની; તપશ્ચર્યા વિના સિદ્ધિ કદી સાંપડતી નથી, જિંદગી છે તપશ્ચર્યા, આકરી આત્મસાધના; પહેલી પીડા પ્રસૂતિની, પછી પુત્ર વધામણી, આપત્તિ આજની એ તો આગાહી ભવ્ય-ભાવિની. આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, આનન્દોલ્લાસ એ સહુ, માંગું ના કાંઈએ, આજે માંગું માત્ર આટલું આશા, ધૈર્ય અને ધૈર્ય ધેમે ટકી રહે, ઝાંખી તોયે ઝીણી જ્યોતિ, આત્મશ્રદ્ધા તણી ઝગે; જિંદગી આખી છો જાતી, જંગમાં આમ ઝૂઝતાં, જીવતાં-જીવતાં જોઉં, ઝીંક તો હું ઝીલી શકું ! પ્રાર્થ પામરતા ના'વે, દુઃખમાંયે હસી શકું, ભૂલું હું ના નિયત્તાને, એની હૂંફે સહુ સહું. કોઈ કવિએ નૂતન-વર્ષારંભે નિયન્તાના ચરણોમાં પ્રાર્થના કરવાના અવસરે હૃદયની વાણીમાં ચિંતન, માગણી અને પ્રાર્થના કેવા-કેવા અસરદાર શબ્દોમાં ગૂંથી છે! રચના ૨૫-૩૦ વર્ષ પહેલાની છે. માનવીના અતલ ઊંડાણમાંથી, તેના પાતાળકૂવામાંથી ફૂટેલી શબ્દ-સરવાણી ક્યારે ય જૂની, પુરાણી કે વાસી થતી નથી; તે નિત્ય નૂતન જ રહે. એમાં સત્ય-સનાતનની સુવાસ હોય છે. શરૂઆતની પંક્તિઓમાં વર્તમાન પરિસ્થિતિનું વર્ણન છે. પછી, નિર્બળ અને હતોત્સાહને ચીમકી છે. પછી, વર્તમાન સ્થિતિમાં ઉલ્લાસનો સંચાર થાય, ચિત્તમાં સકળ સફળતાનો પાયો -- જે આત્મશ્રદ્ધા, આશા, ધીરજ અને સ્થિરતા ટકાવવાની માગણી છે તે વાસ્તવિક છે. શબ્દો ઉધાર કે ઉછીના નથી, એમાં આત્માના અવાજની મહેક છે. આ શબ્દોને, આપણે આપણા બનાવીએ. એમાંથી નવું જોમ, નવી તાજગીથી દિલ ઊભરાઈ જશે અને નવી કૂચ માટેનું ભાતું મળી જશે. ક ;* ૪૮: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy