SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના: ૨ મંત્રીશ્વર વસ્તુપાલની ઉત્તમ માગણી પ્રાર્થના એ મનોગત આંતર-ઉક્તિ છે, સ્વગતોક્તિ છે. પ્રાર્થના સૌ-સૌની આગવી હોય. પોતાની ભૂમિકા પ્રમાણેની માગણી હોય. જેની સમક્ષ રજૂ થાય, તેના પ્રત્યેની લાગણી પણ હોય. પોતાના પોતનું પ્રતિબિંબ હોય. અંતરની ઉર્વરા મનોભૂમિમાંથી ઊગેલાં ભાવ-પુષ્ય એટલે પ્રાર્થના. સચ્ચાઈથી ભરેલી પ્રાર્થના, અવશ્ય ફળવતી બને છે; એ પ્રાર્થના શરણાગતિ માગે છે. મંત્રીશ્વર વસ્તુપાલે પ્રાર્થના કરી અને તે ફળી છે. તેના શબ્દો આ પ્રમાણે છે: शास्त्राभ्यासो' जिनपदनतिः२.संगतिः सर्वदा ये: सदवृत्तानां गुणगणकथा,दोषवादे च मौनम। सर्वस्यापि प्रियहितवचो, भावना चात्मतत्त्वे, संपद्यन्तां मम भवभवे,यावदाप्तोऽप वर्गः।। હે પ્રભુ! હે કરુણાસિંધુ! આપે અમારા હિત માટે કહેલાં વચનોનો અભ્યાસ કરવાનું બળ આપો. રાગદ્વેષના વિજેતાના ચરણોમાં જ નમસ્કાર કરવાનો ભાવ આપો. જે પુરુષોનાં મન-વચન-કાયામાં શુભ વિચાર, મંગળ શબ્દો અને પવિત્ર વર્તન હોય, તેવા પુરુષોની સોબત મને આપો. એવા શુભ આચાર-વિચારવાળા આત્માના ગુણોનું ગાન કરવાનો રસ મારામાં પ્રગટો. કોઈના પણ દોષ દેખાઈ આવે, તો તેને જતાં કરું, ભૂલી જાઉં, પણ કોઈની પાસે તેની વાતો ન કરું; કોઈ એ વાત કાઢે, તો પણ મૌન રહું એવી ઉત્તમતા મારામાં સહજ બનો. પ્રસંગ આવે ને બોલવું પડે, તો એ વચન પ્રિય લાગે તેવાં તથા અન્યને હિતકારક બની રહે, તેવાં જ સૂઝે એવું કરો. મનમાં જે કાંઈ વિચારો રમતા હોય, તેનું કેન્દ્ર આત્મતત્ત્વ રહે, તે તત્ત્વ અંગેની જિજ્ઞાસા તેના દર્શનની અભિલાષા અને તે સંબંધી વાતની પ્રીતિ, જે આગળ જતાં પ્રતીતિમાં પરિણમે, એવી વિચારણા મનમાં ચાલતી રહે એવું ઇચ્છું છું. આ સાત માગણી આ ભવ-પૂરતી નહીં, કિંતુ અહીંથી પછીના પ્રત્યેક ભવે મળતી રહે, તેવી પ્રાર્થના પરમના ચરણે મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે. ભૌતિક વિશ્વથી ઉપર ઊઠીને અધ્યાત્મ-જગતમાં પ્રવેશ કરાવે અને આધિદૈવિક સંપત્તિના માલિક બનાવે તે આ સાત વસ્તુ, પ્રત્યેક સમજુ, સાત્ત્વિક, પ્રભુપ્રેમી આપણા જેવા આત્માને પણ જોઈતી હોય છે. આ પ્રાર્થના આપણી પણ બની રહે છે. એનો ક્રમ પણ અગત્યનો છે. શાસ્ત્રાભ્યાસથી જ પ્રજ્ઞાની નિર્મળતા, સૂક્ષ્મતા અને શુભમયતા પ્રગટે છે. પછી ક્રમશઃ આત્માની ભાવનામાં જ મન રમણ રહે. આપણે આપણો સૂર પણ આમાં ભેળવીએ. રોજ થોડો સમય શાસ્ત્ર-સંપર્ક દ્વારા એ ઉત્તરોત્તર ગુણોને જીવનમાં અવતરિત કરીએ. પ્રાર્થના : ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy