________________
દિશા ભૂલેલાને આંગળી-ચીંધણું
વેદનાથી વલોવાતા માણસને જોઈને એમ થાય છે કે આજનો માણસ દિશા ભૂલ્યો છે. દિભ્રમ થઈ જાય છતાં અટકે નહીં, તો સરવાળે તે -હતો ન હતો થઈ જાય.
હોય ગામ ઉત્તરમાં અને દોડે દક્ષિણમાં, અંતે સ્થિતિ શું થાય?
ભારતીય - ભારતનો માણસ મૂળભૂત રીતે તો હૃદયનો માણસ છે; હૃદય વડે જીવનારો માણસ છે. હૃદય તેનો જીવનાધાર છે. હવે, તે માણસ બુદ્ધિ વડે જીવવાનો પ્રયત્ન કરે, પૈસા વડે જીવવાનો પ્રયાસ કરે, તો તેનો મેળ ક્યાં પડે? તેનાં તન-મનનું ઘડતર, બંધારણ અને ઉછેર જ એવા છે કે તે સતત હેતપ્રેમ-સ્નેહ-હૂંફ-લાગણીથી જ જીવતો રહી શકે. એ જ એનો પ્રાણ છે.
બુદ્ધિના રસ્તે કે પૈસાને રસ્તે આ કદી મળે ખરું? .
ઊલટાનું, બુદ્ધિ અને પૈસો આવતાંવેંત આ બધાનો ભોગ લેવાય છે. પછી પ્રાણ-વિનાના તનને બહુમૂલ્ય વસ્ત્રાલંકારો તો શોભા બનવાને બદલે બોજો જ બની રહેવાનાં ને? આ સુખની શોધમાં સતત બહાર દોડતા માણસની સરખામણી કસ્તૂરી-મૃગ જોડે કરાઈ છે તે યથાર્થ છે! આત્માના સુખની તો, વાત જ અહીં નથી કરતા. હરણની નિરર્થક કૂદાકૂદ આ અશાંત માણસમાં જોઈ રહ્યા છીએ. ક્યારેક તો, આજના આ માણસે બુદ્ધિ અને પૈસાના કેફમાંથી બહાર આવવું જ પડશે. મૂળભૂત જરૂરિયાત પિછાણી, એણે સ્નેહ અને હેતની લહાણ છૂટે હાથે ખોબલા ભરી-ભરીને કરવી પડશે. - બીજાને જેટલું એ આપશે, તેથી બમણું એને પાછું મળશે. એનાથી જ હૈયાને ટાઢક મળશે. એ જ સુખનો અનુભવ ! સુખનો આ જ રાજમાર્ગ છે. ચોગરદમ ભમવાનું છોડીને ઠરીને ઠામ બેસવાથી ચિત્તનાં વારિ ઠરશે, શાંત થશે અને તેમાં આત્માનું બિંબ ઝીલી શકાશે. શાન્તિ લાધશે, પ્રેમ મળશે અને હૈયામાં શીતળતા છવાશે.
એ જ તો, આજના માણસની માંગ છે; તેનો રસ્તો પણ “આ જ છે, -આ જ છે.”
૩૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org