________________
સ્વાદુવાદીને શોભતી વાણી
વિશાળ જંગલમાં એકવાર એવું બન્યું, કે તળાવના કાંઠે એક સિંહ પાણી પી રહ્યો હતો, તેવામાં એક વાઘ પણ ત્યાં આવ્યો. બન્નેએ પાણી પીધાં અને વાતોએ વળગ્યા. વાઘ કહે : હમણાં ઠંડી ખૂબ પડે છે. મહા મહિનો ચાલતો હતો. સાંજનો સમય હતો, સૂર્ય હમણાં જ પશ્ચિમે ઢળ્યો હતો. વનના રાજા બોલ્યા : ઠંડી તો ફાગણમાં પડે. વાઘભાઈ કહેઃ હોતું હશે ! ઠંડી તો મહા મહિને જ પડે. બને નહીં પણ બન્યું એવું કે સામે રસ્તે શિયાળ આવતું દેખાયું. સિંહ કહે: આ શિયાળ આવે છે, તેને જ પૂછીએ. તે કહે તે સાચું. વાઘ કહે : શિયાળ? ક્યાં છે શિયાળ? સિંહ કહેઃ હમણાં વાડ કૂદીને રસ્તે ચાલતાં જોયું. વળાંકમાં છે, જોજોને હમણાં દેખાશે. શિયાળ રસ્તે આવ્યું. તેણે સિંહ-વાઘને જોયા. લપાતું-લપાતું તે આવી પહોંચ્યું. વાઘે જ બોલવામાં પહેલ કરી. પછી સિંહ બોલ્યા : બોલો, ઠંડી માહમાં પડે કે ફાગણમાં પડે? શિયાળ વિમાસણમાં પડ્યું. શું બોલવું?” બેમાંથી એક પણ નારાજ થાય, તો મારાં સો વર્ષ એ જ ક્ષણે પૂરાં ! ક્ષણભર વિચારીને હિંમત ભેગી કરીને શિયાળ બોલ્યું:
माघे वा फाल्गुने वाऽपि, शीतं वहति मारुतः। तदा शीतं विजानीयाद, न माघे न च फाल्गुने ।
મહા કે ફાગણમાં, જ્યારે ઠંડી ઠંડી હવા વહે;
શિયાળો જાણવો ત્યારે, ન માહે નહીં ફાગણે. શિયાળ કહે: તમે બન્ને મારા વડીલ છો. આપનો ન્યાય હું શું કરું? પરંતુ, આપની આજ્ઞા ઉથાપવાની મારી હિંમત નથી; તેથી મને તો એમ લાગે છે, કે જ્યારે-જ્યારે ઠંડી હવા ચાલુ થઈ જાય, ત્યારે શિયાળો કહેવાય છે; પછી તે દિવસો મહા મહિનાના હોય કે ફાગણ મહિનાના હોય ! શિયાળાને ઠંડી હવા સાથે સંબંધ છે, એવું મને લાગે છે. વાત સાચી હતી. શિયાળે ભલે ચતુરાઈથી બન્નેને નારાજ ન કરવા માટે આ જવાબ આપ્યો હોય, પણ એક રીતે વિચારતાં, આ જવાબ જ સત્યની સૌથી નજીકનો છે. આ પ્રાણીકથામાં શિયાળની જે ભાષા છે, તે પ્રભુ મહાવીરની અનેકાંત શબ્દકોશની ભાષા છે. આમાં આગ્રહના દર્શન ન થાય; માત્ર સત્યનાં જ દર્શન થાય. આ એકાંત નહીં, પણ અનેકાંત કહેવાય છે. તેને ખુલ્લા મનથી સ્વીકારીએ, તો સૌથી પહેલો લાભ આપણને થાય અને તે લાભ સંક્લેશ-મુક્તિનો લાભ. તેથી આપણે આપણા બદ્ધ વિચાર-કોચલામાંથી બહાર નીકળીએ. આપણે પણ, સીમામાં બદ્ધ ન હોય તેવા વ્યાપક સત્યને (અનેકાન્તને) સમજીએ અને સ્વીકારીએ. ,
ચિંતન : ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org