________________
김
19
uplhosebe
પ્રભાસપાટણના દરિયા કિનારે, વિશ્વપ્રસિદ્ધ સોમનાથમહાદેવના મંદિરને જોઈએ તો, જાણે તેની સુંદરતાને જોયા જ કરીએ એવું મન થાય. તેનું સ્થાપત્ય તો અતીવ સુંદર છે જ. વળી એ સુંદરતા નીરખ્યા જ કરીએ એમ થવાનું, એક વિશેષ કારણ પણ છે. આ વિશાળ શિવાલયની આગળપાછળ અને આજુ-બાજુ કશું જ નથી; બસ, અવકાશ જ અવકાશ છે !
WESO
એક બાજુ વાંભ-વાંભ મોજાં ઉછાળતો, ક્ષિતિજ સુધી પથરાયેલો મહાસાગર છે. તો, આ બાજુ, મંદિરનાં પગથિયાં સુધી પહોંચવા ઠીક-ઠીક ચાલવું પડે એવું પરિસર છે. આ છે એની સુંદરતાનું રહસ્ય. ખુલ્લી જગ્યા સ્થાપત્યને અધિક સુંદરતા બક્ષે છે.
અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે
એક મોટું મકાન હોય, અને તેની આજુ-બાજુમાં નાનાં-મોટાં મકાનો હોય, તો તેનું રૂપ ઢંકાઈ જશે. એક શ્રેષ્ઠ પ્રસંગ માણ્યા પછી, તરત બીજા પ્રસંગમાં ગયા તો, પહેલા પ્રસંગનો અનુભવ ઢંકાઈ જશે.
પુસ્તકનું શ્રેષ્ઠ પ્રકરણ વાંચ્યું. બસ, પછી તે પુસ્તક બંધ કરી, આંખો મીંચી એમ જ થોડી વાર બેસી રહો અને એ ગમતું પ્રકરણ વાગોળો. લખાણના વિચારોની સુંદરતા મનના ઊંડાણમાં ઊતરશે અને એની કાયમી છાપ અંકાઈ રહેશે.
સ્વાદિષ્ટ ભોજન કર્યું; બસ, હવે કશું જ મોંમાં નાંખવાનું નહીં. ભોજનનો સ્વાદ સ્મૃતિમાં સચવાશે.
સારાને સારી રીતે માણવા માટે, ચારેકોર થોડી-થોડી જગ્યા રહેવા દો. ચિત્રના સૌંદર્યનું કારણ તે તેની આસપાસની કોરી જગ્યા, એના સંયોજનની શોભા છે. ગીચતા, સુંદરને કુરૂપ બનાવે છે. જીવનમાં બધે જ, સારી ચીજની આસપાસ અવકાશ રાખવાનું શીખી લઈએ. ગીચતા અને અતિરેક એ આજના જમાનાનો રોગ છે. આપણે તેનાથી બચીએ.
૨૬ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org