________________
ચાલો, ચાલો, આપણે પ્રભુજીવી બનીએ
આપણી પ્રાર્થનાઓ, સ્તુતિઓ કેવી પ્રાણવાન હોય છે ! પ્રભુજીના દર્શનથી રોમાંચિત થઈએ છીએ ત્યારે, શબ્દો સરી પડે છે : પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.. દર્શનમાત્રથી જ જાણે કે બધી સુખ-સંપદા મળી જાય છે ! આ અણમોલ જીવન પ્રભુજીએ આપણને આપ્યું છે; એને જ હવાલે રહીએ, આપણી બધી જ જવાબદારી એને શિરે... મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે... ફક્ત એક જ વિનંતિ અને એના હૃદય-કમાડ ખૂલ્યાં જ છે જાણે ! મંગળમંદિર ખોલો દયામય, મંગળમંદિર ખોલો. એને શરણે રહીશું તો, આપણું બધું જ એ સંભાળશે, સાચવશે.. આપણે એનાં ભોળાં શિશુ છીએ, બાળક છીએ. પણ બાળક જો બોલી ન જાણે, તો કેમ વહાલો લાગે રે.. આપણા ગુણ-અવગુણ બધું જ એની સમક્ષ ઓગળી જશે. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.. આપણે પ્રભુમય થઈએ એ પછી તો જીવન મહોરીને સુગંધમય થઈ ઊઠે.. પ્રભુજી ! તુમ ચંદન, હમ પાની.. એના મુખડાની માયા લાગશે અને મન ઝૂમી ઊઠશે, ગાશે.. મારી કરી મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ.. જ્યાં હોઈશું, જ્યાં જોઈશું ત્યાં એ જ નજર સમક્ષ હશે.. એવી
જ્યાં-જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં, આપની... બસ, એક જ ઇચ્છા - અંતર મમ વિકસિત કરો અંતરતર હે, નિર્મલ કરો, ઉજ્વલ કરો, સુંદર કરો હે... કવિકુલગુરુ રવીન્દ્રનાથની પ્રાર્થના આપણે પણ આત્મસાત કરીએ, સમૃદ્ધ બનીએ. ચાલો, ચાલો, આપણે પ્રભુજીવી બનીએ.
રતિલાલ કાંસોદરિયા
રોણા તો નારી /
ચિંતન : ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org