________________
વઢઃ સુવી, વઢઃ સુરવી, વદ સુરી .
આજના માણસનો સતત અને તીવ્ર શોધનો વિષય હોય તો તે માટે બધાથી વધુ સુખી થવું છે તે છે. જો કે એક રીતે જોઈએ તો, આજનો માણસ ખરેખર સુખી છે જ. સુખના સાધનોનો દરિયો એની ચોતરફ ઊછળી રહ્યો છે. છતાં પાની બીચ મીન પિયાસી' જેવી તેની દશા છે! વળી આ બધા સાધનો તો દેહના ઉપભોગ માટેના જ છે. આજના માણસના મનની હાલત શી છે? તે તો સતત અશાંત છે, અપ્રસન્ન છે, છિન્નભિન્ન છે. તેનું શું? તેનું ઓસડ તો તેને પોતાના હાથમાં છે. સતત પ્રેમ વરસાવવાનું શરૂ કરે એટલે સુખ હાજર ને હાજર ! પ્રેમની જડ મૈત્રી છે. પ્રેમ મૈત્રી વિના આવે જ નહીં. પ્રેમથી હદય છલકાય તો આંખથી પણ પ્રેમ જ વરસવાનો ! વળી પ્રેમ વરસાવતી આંખની એ ખૂબી છે કે તેને કોઈના દોષ જોવા હોય તો પણ ન દેખાય. દોષ ન દેખાય એટલે દ્વેષભાવ પેદા ન થાય. ‘ષ ન આવ્યો એટલે એના આંગળિયાતો - ધિક્કાર, અદેખાઈ, નિંદા, સંતાપ - આ બધા આવે જ નહીં. એ ન આવે પછી તો સુખ, સુખ ને સુખ જ છે. એથી વિપરીત, દ્વેષથી આપણું દિલ ભરાય એટલે ચોતરફ દોષ દેખાય. અણગમો અપતિ લાવે અને સંતાપ શરૂ થાય. આ સંતાપ તે દુઃખ. આપણને દુઃખ નથી જોઈતું તો સંતાપ પણ ન જોઈએ. આમ કરવાથી સર્વત્ર શુભના દર્શન થાય. શુભ જોયું તો શુભ થયું. શુભ મળ્યું તેથી હૃદયવીણામાં તારનો ઝંકાર બધે ગૂંજવા લાગે. પછી તો બધે સુખ, સુખ ને સુખ જ છે.
કલ્યાણ થાઓ વિશ્વનું, અનુકૂળ વૃષ્ટિ હો સદા, ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા; રોગો, ગુના, અપરાધો ને હિંસાદિ પાપો દૂર હો, સર્વત્ર શાંતિ, સુખ-સમૃદ્ધિ, ધર્મનો જયકાર હો. જગતમાં જે જે દુર્જન છે, તે સઘળા સજ્જન થાઓ, સજ્જન જનને મનસુખદાયી શાંતિનો અનુભવ થાઓ;
શાંત જીવ આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો, મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો.
-આ સકલ વિશ્વને મુક્ત કરો.
સમાપન : ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org