________________
ઉચિત બોલવું કેવું જે ઔચિત્યે ભર્યું.ભર્યું..
ભુવનેશ્વરના વૈતાળ દેવ મંદિરનું શિલ્પ
નવમી સદી
मा गा इत्यपमङगलं व्रजइति स्नेहेनहीनं वचः, तिष्ठेति प्रभुता यथारुचि कुरु सैषाप्युदासीनता । इत्यलोच्य मृगिदशा जलधर प्रारम्भसंसूचके प्रादुर्भूत कदम्ब कोरकचये दृष्टिः समारोपिता ।। (સાહિત્ય)
કદંબકળીને જોતી રહી ધારીને!
નાજાઓ કહું તો અમંગળ અને જાઓ નર્યું નિર્મમ, રહો આજ્ઞા સરખું યથા રુચિ કરો, તે તો ઉદાસીનતા; એવું જાણી મૃગાક્ષી કાજળ સમાં આવંત એ મેઘને સૂચવતી નમણી કદંબકળીને જોતી રહી ધારીને!
(અનુવાદ કુલીનચન્દ્ર યાજ્ઞિક) વાત ઉચિત ઉત્તર આપવાની મૂંઝવણની છે. વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરિયા મીઠાં મેઘ લઈ આવતા, અષાઢના દિવસો શરૂ થયા છે અને નાયક પરગામ જવા તૈયાર થયો છે! એના પ્રયાણ સમયે શું બોલવું? –- એ નાયિકાની મૂંઝવણ છે! શું બોલવું ઉચિત છે? તે માટેના ઉચિત શબ્દોભર્યા વિકલ્પો શોધે છે.
ના જાવ' એવું કહું ! એ તો અપશુકન કહેવાય, અમંગળ થાય. “જાવ” એમ કહું તો તો, એ તોછડું લાગે ! રહી જાવ” કહું તો વડીલશાહી લાગે ! આદેશ દીધો હોય એમ લાગે. ઠીક લાગે તેમ કરો' એમ કહું તો ઉદાસીનતા લાગશે! જાણે કે મને પડી નથી. તો આવા પ્રસંગે શું બોલવું ઉચિત છે? શું બોલવું શોભે? -- આવી મૂંઝવણમાં કાંઈ પણ બોલવું ન સૂઝયું ! છેવટે, ઘરના આંગણામાં જે કદમ્બ વૃક્ષ હતું, અને તેના પર વરસાદના આગમનની છડી પોકારતી, દડુલીયા જેવી કદમ્બ-કળીઓ ખીલી હતી, તેના તરફ ટગર ટગર જોવાનું ઉચિત લાગ્યું ! બસ ! નાયિકાના કાવ્યમય વિચાર પર આ કાવ્ય-પંક્તિ રચાઈ છે. એ રસિકાનો નાયક પણ રસિક જ હશે ! અક્ષર કરતાં ઇશારા બળુકા હોય, એ અનુભવ પણ હશે ! મુગ્ધ નાયિકા જાણે કહી રહી છે કે વરસાદના આ માદક દિવસો આવ્યા અને તમે જવાનું કરો છો? શબ્દ જ્યારે વામણા પુરવાર થાય ત્યારે, વૃષ્ટિ જ મદદે આવે ને! ચતુર નાયિકાને શબ્દ વાપરવા ઉચિત ન જ લાગ્યા અને એણે નજરથી કામ સાધી લીધું! આવી ઔચિત્યપૂર્ણ અભિવ્યક્તિ થાય તો કાર્ય સિદ્ધ થાય છે !
૩૨૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org