SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ હૃી – શ્રી વગેરે દેવીનાં જ નામ લીધાં છે ત્યાં હી. શ્રી એવાં મંત્રબીજ નથી. વળી ત્યાં શ્રીદેવીનું નામ અલગ છે તથા લક્ષ્મીદેવી અલગ છે તે તમે જોયું હશે. આ બધી સમ્યગુષ્ટિદેવીના સ્થાનનાં નામ છે એટલે કે, જે હાલ શ્રીદેવી છે તેનો જીવ જ્યારે આયુષ્ય પૂર્ણ થાય અને ઍવી જાય, એ જ ક્ષણે બીજો જીવ આવી જાય અને શ્રીદેવીનું સ્થાન એવું ને એવું જ શોભે. તેનું જે કાર્યક્ષેત્ર હોય તે પણ તે જીવ જ બધું બજાવે. આવી કાયમી વ્યવસ્થા હોય છે. હવે તમારા મનનું સમાધાન થયું હશે. શ્રીદેવી અલગ છે અને લક્ષ્મીદેવી અલગ છે. ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્ન પૈકી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીના નહીં પણ શ્રીદેવીના જ દર્શન કર્યા હતાં. ઉત્તર RE? Bus PEN PDR. " IIIIIIIIIમUJJU જદાં છે. વચ્ચે અંતર પણ ઘણું છે. શાસ્ત્રમાં બને દેવીઓનાં વર્ણન આ પ્રમાણે મળે છે. પહેલાં શ્રીદેવીનું વર્ણન જોઈએ : अम्भोजयुग्मवरदाभयपूतहस्ता पद्मासना कनकवर्णशरीरवस्त्रा। सर्वांगभूषणधरोपचित्तांगयष्टि: श्रीः श्री विलासमतुलं कलयत्वनेकम्।। અર્થ : જે શ્રીદેવીના બે હાથમાં કમળ રહેલાં છે; ત્રીજા હાથમાં વરદમુદ્રા છે, ચોથા હાથમાં અભયમુદ્રા છે. કમળના આસન પર બિરાજેલા છે. દેહનો વર્ણ તથા વસ્ત્રનો વર્ણ સોના જેવો છે. બધા જ અંગો પર આભૂષણો શોભે છે. પુષ્ટ શરીરવાળા શ્રીદેવી શ્રી(શોભા)ના અનેક વિલાસને પમાડનારા થાઓ. હવે લક્ષ્મીદેવીનું વર્ણન જોઈએ: ऐरावणासन गतिः कनकाभवस्त्र - देहा च भूषणकदम्बकशोभमाना। मातङग पद्म युगला प्रसुताऽति कान्तिः वेदप्रमाणककरा जयतीह लक्ष्मीः।। અર્થ : લક્ષ્મીદેવી ઐરાવણ હાથી ઉપર બિરાજમાન છે. તેમનો દેહ અને વસ્ત્ર અને સોના જેવા છે. આભૂષણના સમૂહથી તેઓ શોભાયમાન છે. તેમના બે હાથમાં બિજોરું છે અને બીજા બે હાથમાં કમળ છે. ચારે તરફ તેઓની કાંતિ ફેલાયેલી છે. આવા ચાર હાથવાળા લક્ષ્મીદેવી જય પામે છે. તમે જાતે જ સરખામણી કરશો તો બન્નેનો તફાવત માલુમ પડી જશે. વળી બન્નેનાં સ્થાન પણ જુદા જુદા છે. ૧00 યોજન ઊંચો અને સ્વર્ણમય લઘુ હિમવંત પર્વત છે. તેના ઉપર ૧૦ યોજન વિસ્તારવાળો પદ્મહૃદ નામે હૃદ(સરોવર) છે. ત્યાં એક વિશાળ કમળ ઉપર જ રહે છે તે શ્રીદેવી છે. | શિખરી નામના કુલ પર્વત ઉપર મહા પૌંડરીક નામનો હૃદ છે તેના ઉપર લક્ષ્મીદેવીનું નિવાસસ્થાન છે. આ સ્થાનને સમજાવતું ચિત્ર આ સાથે છે, તે જોવાથી પણ એ બન્ને સ્થાનોનો ખ્યાલ આવી જશે. આ બધો અધિકાર લઘુ ક્ષેત્રસમાસ ગ્રંથમાં આવે છે. વળી તમને તો એ ખબર હશે જ કે મોટી શાંતિ સૂત્રમાં ww us 2 wee) - A RE || f ull પણ મe 9 . કરે ૨ y wed :: મ હા વિ દે હ મેરૂ ો કરી શકાય છેનિષધ પર્વત _ હરિવર્ષ ગ ૦ ૫ત્ત વૈતાલ Mi minullast londid Ndemlimmy હિમવંત a ૦ વૃત્ત વૈતાઢયા નીdધુ વિગત પર્વIMMING! ઉત્તર ભારત રાધતાકપર્વત દક્ષિણ માંદક્ષિણ પાદક ૩૧૮:પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy